ગાંધીધામ, તા. 17 : પારાદીપ
બંદરેથી ગત ડિસેમ્બર 2023માં 220 કરોડનું
કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હતું. આ ચકચારી પ્રકરણમાં ઓરિસ્સા હાઈકોર્ટ જહાજ એમવી
દેબીને મુક્ત કરવા સહિતની નોંધપાત્ર રાહત આપવામાં આપી હતી. પારાદીપ ઈન્ટરનેશનલ
કાર્ગો ટર્મિનલ બર્થ ઉપર જહાજમાંથી મળી આવેલા 22.22 કિલો વજનના કોકેઈનનાં 22 પેકેટના
કેસમાં એન.ડી.પી.એસ. કોર્ટ દ્વારા ગત તા. 12 ફેબુઆરીના શરતો લાદવામાં આવી હતી, જેને પગલે જહાજ એમવી
દેબીના માલિક અને વિયેતનામ સ્થિત સોલિશન મેરિટિક લિ. કંપની દ્વારા અદાલતમાં
લાદવામાં આવેલી શરતોને પડકારવા સાથે જપ્ત કરાયેલા જહાજને વચગાળાની મુક્તિની માંગ
કરતી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટના ન્યાયાધીશ એ.કે. મહાપાત્રાએ
જહાજને મુક્ત કરવાના આદેશ સાથે 10 કરોડની બેંક ગેરંટીને રદ કરી
હતી. વધુમાં બોન્ડની રકમ પણ 100 કરોડથી ઘડાટીને 75 કરોડ
કરી નોંધપાત્ર ચુકાદો આપ્યો હતો. શિપિંગ કંપનીએ દલીલમાં કહ્યંy હતું કે, એક વર્ષ કરતાં વધુ સમય
સુધી જહાજ અટકાવવામાં આવતાં 40 કરોડથી વધુનું નાણાંકીય નુકસાન
થયું હોવાનું તેમજ કંપની દ્વારા બેંક ગેરંટી
લાદવાથી વધુ ગંભીર નાણાંકીય મુશ્કેલી પડતી હોવાનું કરાયેલી અરજીમાં
જણાવવામાં આવ્યું હતું. જહાજમાલિક તરફે અમદાવાદના આંતરરાષ્ટ્રીય મેરિટાઈમ કાનૂની નિષ્ણાત
ધારાશાત્રી સુકુમાર મહેશ તીથાર્ણી અને ઓરિસ્સાના ધારાશાત્રી પ્રતીક પરિજાએ દલીલો
કરી હતી.