ભુજ, તા. 9 : આજે મુંદરા તાલુકાના મોટી ખાખરના
વાડી વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીને રોકડા રૂા. 93 હજાર સહિત કુલ રૂા. 1.18 લાખના મુદ્દામાલ સાથે મુંદરા
પોલીસ ઝડપી કાર્યવાહી કરી હતી. મોટી ખાખરથી ડેપા જવાના રસ્તે વાડી વિસ્તારમાં બાવળોની
ઝાડીમાં આજે સાંજે ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા સુરેશભાઇ નાનજીભાઇ મોતા, દાઉદ મામદ માડવા, મહેન્દ્ર
પ્રેમજી મોતા (રહે. ત્રણે મસ્કા, તા. માંડવી), દીકેશ જાદવજી મારુ, સિદિક કાસમ ભટ્ટી (રહે. બંને મોટી
ખાખર)ને રોકડા રૂા. 93,180, મોબાઇલ
નંગ-5 કિં. રૂા. 25000 એમ કુલ રૂા, 1,18,180ના
મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.