• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ખાંભલા માર્ગે ખેડૂત પર હુમલો કરનારા ત્રણને એલસીબીએ પકડયા

ભુજ, તા. 10 : થોડા દિવસો પૂર્વે ખાંભલા માર્ગે ખેડૂતની ગાડી ઊભી રખાવી ત્રણ અજાણ્યા ઈસમે હુમલા કર્યાના બનાવમાં એલસીબીએ ત્રણે આરોપીને ઝડપી આ હુમલાનો ભેદ ઉકેલી લીધો છે. મોહનભાઈ પટેલ ઉપર હુમલો થયા બાદ ગત તા. 5/11ના તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ એલસીબીએ આ વિસ્તારના 34 ગામના સીસીટીવી કેમેરા ચકાસી તલસ્પર્શી તપાસ કર્યા બાદ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી અશોકસિંહ વિજયસિંહ જાડેજા (રહે. માધાપર-ભુજ) અને ભરત વાલજી હીરાણી (પટેલ) (રહે. સરલી તા. ભુજ) અને કિશોર કાંતિભાઈ દાતણિયા (રહે. ભુજ)ને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. અશોકસિંહ ઉપર હત્યા, હત્યાનો પ્રયાસ તેમજ અનેક મારામારીના ગુના પોલસ ચોપડે  ચડી ચૂક્યા છે, તો અન્ય આરોપી વિરુદ્ધ પણ વિવિધ પોલીસ મથકોમાં અલગ-અલગ ગુનાઓ નોંધાયા હોવાથી આરોપીઓના ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang