• સોમવાર, 22 જુલાઈ, 2024

સામખિયાળીમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઝડપાયા

ગાંધીધામ, તા. 2 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં મહેસાણાનગરમાં પોલીસે છાપો મારીને જુગાર રમતી બે મહિલા સહિત પાંચ લોકોને પકડી પાડયા હતા. સામખિયાળી પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે બપોરના અરસામાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સામજી મોમાયા કોળી, જેરામ મોહન કોળી, ભરત તુલસી કોળી, સવિતાબેન રાજુ રજપૂત અને જશુબેન મીઠા જાદવની અટક કરી લીધી હતી. તમામ લોકો પાસેથી રોકડા 11,030 તથા 3 મોબાઈલ મળી કુલ્લે રૂપિયા 19,530નો મુદ્દામાલ કબજે કરાયો હતો. અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang