• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

અવસાન નોંધ

ભુજ : વિપુલ મહેશભાઈ અંતાણી (ઉ.વ. 48) (એન્કર કંપની) તે દક્ષાબેન મહેશભાઈ અંતાણીના પુત્ર, વૈદેહીના પતિ, જન્મય, વાત્સલ્યના પિતા, પરીન અંતાણી (એચડીએફસી બેંક)ના ભાઈ, સ્વ. ઉમેદબેન - ભૂપતરાય મો. અંતાણીના પૌત્ર, સ્વ. રમેશભાઈ અને વીણાબેન જ્યોતિષભાઇ ધોળકિયાના ભત્રીજા, સ્વ. મંદાકિનીબેન - ચંદ્રકાન્ત  માંકડના દોહિત્ર, ડો. કૈલાસભાઈ, વત્સલાબેન દેસાઈના જમાઈ, નીરૂબેન વિદ્યાકાંત વૈદ્ય, ગીતાબેન કિરણ ધોળકિયા, ચારૂ નીતિન અંતાણી અને દીપક માંકડ (કચ્છમિત્ર)ના ભાણેજ, હેમાંગ દેસાઈ (એવીપી, કોટક લાઇફ), વિશ્વેશ દેસાઈ (વી.પી. આઇએલ એન્ડ એફએસ)ના બનેવી તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.18-11-2023ના શનિવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ ગં.સ્વ. દિવ્યપ્રભાબહેન સનતકુમાર પાઠક (નિવૃત્ત વહીવટી અધિકારી કસ્ટમસ અને સેન્ટ્રલ એક્સસાઈઝ) (ઉ.વ. 95) તે સ્વ. દીપક, નીલેશ, મુકેશ (મગુ), અતુલ, હરેશ, ભારતી વીરેન્દ્ર આચાર્ય, અંજુ જયંત શુક્લ, માલતી (બબલ) રુદ્રેશ પાઠક, જયમિની (નાનું) હરેન્દ્ર શુક્લના માતા, સ્વ. મંદાકિની, કલ્પા, રોહિણી, તિલોતમા, પ્રીતિના સાસુ, પ્રિયેષ, પ્રાંજલ, ચયનેશ (લાલો), વરદના દાદી, રિતેશ, કૌશલ, ધવલ, ચિંતનના નાની તા. 15-11-2023ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) સંપર્ક : મુકેશ પાઠક-99251 65748, અતુલ પાઠક-99094 47858, હરેશ પાઠક-98792 25652.

ભુજ : ઘનશ્યામભાઇ (ઉ.વ. 73) તે જમણાબેન શિવજી નાકરના પુત્ર, સ્વ. જ્યોતિબેનના પતિ, દીપકના પિતા, હેમાલીબેનના સસરા, મિહિરના દાદા, સ્વ. કલ્યાણજીભાઇ, પ્રવીણચંદ્ર, સ્વ. મણિબેન કરશનજી ઉગાણી, ગં.સ્વ. ગોદાવરીબેન નારાયણજી ઉગાણી, ગં.સ્વ. ગંગાબેન નાનજી જોષી, ગં.સ્વ. પ્રેમિલાબેન કરશનજી વ્યાસના ભાઇ, સ્વ. મીઠાબેન, સ્વ. કોકિલાબેનના દિયર, સ્વ. જશોદાબેન વીરજી વીઠાના જમાઇ તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. અનિવાર્ય સંજોગોવસાત પ્રાર્થનાસભા રાખી નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : શાંતિલાલ ધનજી સલાટ (વાસાણી) તે સ્વ. મુળીબેન ધનજી ભવાનજીના પુત્ર, સવિતાબેનના પતિ, સ્વ. પોપટલાલ મૂળજી ભણસોલના જમાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. રમેશચંદ્ર, સ્વ. જયાબેન, ગં.સ્વ. રુખમણીબેનના ભાઇ, નયનાબેન, પ્રદીપભાઇ, સ્વ. દીપક, ચેતનભાઇના પિતા, પ્રકાશ શાંતિલાલ મોગા, મનીષાબેનના સસરા, રુદ્રાક્ષના દાદા, શિવાંગીના નાના તા. 14-11-2023ના અવસાન પામ્યા છે.

ભુજ : શરીફાબાઇ સિધિક ઉર્ફે ભચુ (ડ્રાઇવર) (માંડવી) તે અદ્રેમાન, આઇશા, રશીદા, રજિયા, અલ્ફાના, મુમતાઝના માતા, મહમદ રફીકના સાસુ, સાજિદ, ઇમ્તિયાઝના દાદી, મોસીન, નજમાબેનના નાની, ઇસ્માઇલભાઇ (ફોરેસ્ટ)ના બહેન તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. નિવાસસ્થાન :?વીરાવાડીની બાજુમાં, કોડકી રોડ, ભુજ.

ભુજ : મૂળ ફરાદી (તા. માંડવી)ના શંભુલાલ વેલજી પેથાણી (ઉ.વ. 66) તે સ્વ. લીલબાઇ વેલજી કેશવજી પેથાણીના પુત્ર, ભાવનાબેનના પતિ, મેહુલ, રીમાના પિતા, ખુશી, જય પ્રવીણભાઇ નાગુના સસરા, હર્ષિત, અંકિતના દાદા, વંશિકા, શ્લોકના નાના, સ્વ. શંકરજી કેશવજી, સ્વ. ગોવિંદજી કેશવજી, સ્વ. દેવજી કેશવજી, સ્વ. માનબાઇ મીઠુભાઇ બોડા, સ્વ. દેવકાબેન દયારામ મોતા, સ્વ. લક્ષ્મીબેન રામજી બોડાના ભત્રીજા, સ્વ. અમૃતબેન શામજીભાઇ મોતા, કસ્તૂરબેન મેઘજીભાઇ મોતા, સ્વ. નિર્મળાબેન, કમલાબેન કાંતિલાલ મોતા, રમીલાબેન ચંદ્રકાન્ત મોતા, સ્વ. લક્ષ્મીબેન મહેશભાઇ નાકર, સ્વ. જેષ્ઠારામભાઇ, સ્વ. ભારતીના ભાઇ, લતાબેનના જેઠ, વિરલ રાજેશભાઇ બુદ્ધભટ્ટી, ચિંતલ પાર્થભાઇ જોષી, ઇશિતા, અંકિતા પાર્થભાઇ નાકરના કાકા, સ્વ. રુક્ષ્મણિબેન લક્ષ્મીશંકર નાકર (ભદ્રેશ્વર)ના જમાઇ, ભરતભાઈ, શારદાબેન દિનેશભાઇ આશારિયા, વિનોદભાઇ, બિપિનભાઇ, દક્ષાબેન હિંમતભાઇ, બીનાબેન મનસુખભાઇ માકાણીના બનેવી તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. (સાદડી રાખેલ નથી.)

ભુજ : મૂળ ખોખરાના કનકસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ. 35) તે વિજયસિંહના પુત્ર, તખુભા, અજિતસિંહ, મોહનસિંહના નાના ભાઇ, ભાગ્યદીપસિંહના કાકા, સ્વ. હેતુભા, શિવુભા, ઉદુભા    નટુભા, ફતુભા, દિલીપસિંહ, પ્રેમસંગજીના ભત્રીજા તા. 13-11-2023ના અવસાન પામ્યા છે.

ગાંધીધામ : પ્રકાશ (પિન્ટુ) હરદાસમલ ટહિલ્યાણી (ઉ.વ. 45) તે ભારતી ટહિલ્યાણીના પતિ, કિરણ અને ઋષિના પિતા, મોહન ટહિલ્યાણી, સ્વ. સુંદર ટહિલ્યાણી, ગોપાલ ટહિલ્યાણીના ભાઇ, સંદિપ, વિશાલ, સુમિતના કાકા તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-11-2023ના શનિવારે સાંજે 5.30 કલાકે ઝૂલેલાલ મંદિર, શિવ હોટલની પાછળ, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ મોથાળાના લુહાર હેમલતાબેન પરસોત્તમભાઇ સિદ્ધપુરા (ઉ.વ. 69) તે પરસોત્તમભાઇ રામજીભાઇના પત્ની, સ્વ. રામજીભાઇ ત્રિકમજીભાઇ સિદ્ધપુરાના પુત્રવધૂ, સુરેશભાઇ, જગદીશભાઇ, જયેશભાઇ, ઉષાબેન ચેતનભાઇ?મારૂ (ડોમ્બિવલી), દીપ્તિબેન ભાવેશભાઇ પરમાર (આદિપુર)ના માતા, કનૈયાલાલ, પ્રભુલાલ, હરેશભાઇ, હરસુખભાઇ, સ્વ. ઝવેરબેન મગનલાલ મકવાણા (નાગપુર), ગં. સ્વ. હંસાબેન વિશનજી આસોડિયા (અંજાર), ગં. સ્વ. લીલાબેન જયંતીલાલ પિત્રોડા (અંજાર), પુષ્પાબેન સૂર્યકાંત પિત્રોડા (નલિયા)ના ભાભી, ખુશી, મીત, આનંદી, પ્રાચી, મહિમા, પ્રિયાંશી, દક્ષ, ગાયત્રીના દાદી, જિનલ, બિજલ, સેજલના નાની, વેલજી રણછોડ પરમાર-કાંટીવારા (ભુજ)ના પુત્રી તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-11- 2023ના શનિવારે સાંજે 4થી 5 અંબાજી મંદિર હોલ, સેક્ટર-4, ઓસ્લો ખાતે.

ગાંધીધામ : ગંગારામ ભારાભાઇ ચારણ (સેતણિયા) (ઉ.વ. 85) તે ભચીબેનના પતિ, સ્વ. ભારાભાઇના પુત્ર, ગંગાબેન, સ્વ. લખુભાઇ, સ્વ. મેઘજીભાઇ, રામજીભાઇ, સ્વ. મનજીભાઇ, સ્વ. જગુભાઇના ભાઇ, અમરીબેન, બિમીબેન, પ્રવીણભાઇ (મોમાઇ ડીઝલ), પુષ્પાબેન, કાનજીભાઇના પિતા, દેવજી રામજી માધડ, મેઘજીભાઇ, પચાણભાઇના સસરા, ભરત, પંકજ, સાહિલ, ગોપાલ, જિગર, પ્રિયાંશ, હરેશ, શંકર, અમિત, રાકેશ, નરેશ, નવીન, હર્ષદના મોટા દાદા, હીરાભાઇ પચાણભાઇના કાકા, ભારતીબેન, સવિતાબેન, કિરણબેન, બબીબેનના દાદાજી સસરા તા. 14-11-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 18-11-2023ના અને પાણીયારું તા. 19-11-2023ના નિવાસસ્થાને રૂમ નં. 84, સેક્ટર-6, ગણેશનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : જીવાબેન રામજીભાઇ ચારણ (ઉ.વ. આ. 67) તે સ્વ. રામજીભાઇના પત્ની, સ્વ. વેલજીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, ઉષાબેન, નર્મદાબેન, અમૃતબેન, મંજુલાબેન, હંસાબેન, રણછોડભાઇના માતા, સ્વ. હીરાભાઇના ભાભી, કૈલાસ, બાબુલાલ, લાલજીભાઇના મોટી મા, મોહનભાઇ સેતણિયા, કરશનભાઇ બીમસુરિયા, દિલીપભાઇ બીમસુરિયા, દીપક બીમસુરિયા, નવીનભાઇ સેતણિયાના સાસુ, ચંદાબેન, તારાબેન, શ્યામ, પાયલ, ધર્મિષ્ઠા, હિમાંશુ, નીલેશ, જીતુ, નીકિતા, હિના, રોહન, રામદેવના દાદી તા. 15-11-2023ના અવસાન પામ્યા છે. પાણીયારું તા. 18-11-2023ના નિવાસસ્થાને રૂમ નં. 124, સેક્ટર-6, ગણેશનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ મોથાળાના રામજીભાઇ ભારાભાઇ બળિયા (મહેશ્વરી) તે ગાંગબાઇના પતિ, ખજુરિયાભાઇ ભારાભાઇ, જેઠાલાલ ભારાભાઇ, લીલબાઇ હેમરાજભાઇ ધુઆના ભાઇ, ગોપાલ, વિનોદ, પ્રેમજી, તિલકના પિતા, સ્વ. ખમાઇ, મંગલભાઇ, હીરાભાઇ, કાનજી, કરમશી, દામજી, સ્વ. હરેશભાઇના કાકા, બાબુ ગીગા હિંગણાના બનેવી તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ થઇ ગઇ છે.

ગાંધીધામ : મૂળ ત્રંબોના પ્રવીણભા મ્યાજરભા ગઢવી (વિકલ) (ઉ.વ. 50) તે મ્યાજરભા મોમાયાભા વિકલના પુત્ર, રમીલાબેનના પતિ, આશા, નેહલ, નીકિતા, જશરાજ, ખેવનાના પિતા, ધનરાજભા, રમેશભા, સ્વ. શક્તિદાન, મંજુલાબેનના ભાઈ, સ્વ. કાનાભા, સ્વ. મનુભા, જયેશભા, કિશોરભા, પ્રકાશભા, શૈલેશભા, મુકેશભા, જીતુભાના કાકાઈ ભાઈ, ચેતનભા, મહેશભાના મામા, નારણભા વેલાભા રાબાના જમાઈ, વિરસલભા તથા રમેશભાના બનેવી, સ્વ. રામભા દેશળભા રાગના ભાણેજ, વશરામભા મેઘાભા, પુનાભા ખીમરાજભા, લાભુભા મોમાયાભા, ખીમરાજભા જીવાભા તથા મોહનભા સુખદાનભાના ભાઇ તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને ચામુંડાનગર, ગાંધીધામ ખાતે તેમજ પ્રાર્થનાસભા તા. 20-11-2023ના સાંજે 4.30થી 5.30 સોનલધામ ડી.સી.-2, રામબાગ રોડ, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ રતાડિઆ ગણેશવાળા (તા. મુંદરા)ના ગંગાબા ફતેહસિંહ જાડેજા (ઉ.વ. 86) તે સુજાનસિંહ (નિવૃત્ત પીજીવીસીએલ), જિતેન્દ્રસિંહ (નિવૃત્ત જીસેટ-પાનધ્રો), સ્વ. સહદેવસિંહ (ગેટકો-અંજાર)ના માતા, નિર્મળાબા પ્રદ્યુમનસિંહ રાણા (પીજીવીસીએલ- રામબાગ), વિપુલાબા પ્રદીપસિંહ ઝાલા (શિક્ષિકા-ગળપાદર)ના ભાભુ, ઝાલા હરપાલસિંહ ઝાલુભા (હોટલ કાવેરી), ઝાલા પ્રદીપસિંહ નિર્મલસિંહ (રેલવે)ના સાસુ, અર્જુનસિંહ (પીજીવીસીએલ), અવિનાશસિંહ (રાજર્ષિ ગેસ-ગાંધીધામ), યશરાજસિંહ (ગેટકો-અંજાર)ના દાદી, જગજીતસિંહના નાની, સિદ્ધરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (જીટીપીએલ)ના દાદીસાસુ  તા. 14-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી 18-11થી, ઉત્તરક્રિયા તા. 25-11-2023ના નિવાસસ્થાન પ્લોટ?નં. 289, નગરપાલિકા બગીચાની બાજુમાં, વોર્ડ 3/એ, આદિપુર ખાતે.

અંજાર : જત રુકસારબાનુ ફકીરમામદ (ઉ.વ. 18) તે જત અલારખા અલીમામદના પૌત્રી, જત ફકીરમામદ અલારખાના પુત્રી, જત મામદ હુશેન દાઉદ, સાલેમામદ દાઉદ, જત ઇબ્રાહિમ ઓસમાણ, અબ્દુલ ઓસમાણ, રફીક ઓસમાણ, હમીદ આમદ, હુશેન આમદના પૌત્રી, જત ઇબ્રાહિમ ગાભાના દોહિત્રી, મહોમંદના બહેન, અલ્તાફ અલારખાના ભત્રીજી તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-11-2023ના સવારે 10થી 11 લશ્કરી માતામ, ટીંબી કોઠો, સુમરાવાલી મસ્જિદ, અંજાર ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) નયનાબેન રાઠોડ (ઉ.વ. 59) તે નરભેરામ હરિલાલ રાઠોડના પત્ની, સ્વ. મણિબેન હરિલાલ રાઠોડના પુત્રવધૂ, સ્વ. લખીબેન ધનજીભાઈ ચૌહાણના પુત્રી, ગં.સ્વ. ભારતીબેન મોહનલાલ રાઠોડ, સ્વ. રેખાબેન દિલીપભાઈ રાઠોડના જેઠાણી, શીતલ ધર્મેન્દ્ર (લાલો) રાઠોડ (ક્રિષ્ના લાઈટ ડેકોરેશન-અંજાર), પલ્લવી હિતેશ રાઠોડ, મનાલી નીતિન રાઠોડ, સંજય, ભક્તિના મોટી મા, હેતલ, કેતનના માતા, દિપાલીબેન કેતન રાઠોડ, દીપેશ ચૌહાણ (રેહા)ના સાસુ, શાંતિલાલ, પ્રવીણ, ભૂપેન્દ્ર, નીમુબેનના બહેન, સ્નેહા, સાક્ષી, સૃષ્ટિ, દર્શન, જીલ, શ્રીયાના પરદાદી, આરવી, મિશરીના દાદી, પંક્તિ, કાર્તિકના નાની તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-11- 2023ના શનિવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર ખાતે (ભાઈઓ-બહેનોની સંયુક્ત.)

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) ગં.સ્વ. કાંતાબેન શાંતિલાલ વેગડ (ઉ.વ. 83) તે સ્વ. શાંતિલાલ જેઠાલાલ (પેન્ટર)ના પત્ની, સ્વ. ધનીબેન લાલજીભાઈ ચૌહાણના પુત્રી, સ્વ. વેલજીભાઇ (ગળપાદર), સ્વ. ગોદાવરીબેનના નાના બહેન, સ્વ. ગીતાબેન, હંસાબેન, ગં.સ્વ. રમીલાબેન, અરાવિંદભાઈ, ગં.સ્વ. ભાવનાબેનના માતા, સ્વ. વેલુબેન વેલજીભાઈ પરમાર (કુકમા)ના ભાભી, સ્વ. નાનાલાલ ખોડિયાર, ગાવિંદભાઇ જેઠવા, સ્વ. નરોત્તમભાઇ ટાંક, જાગૃતિબેન, સ્વ. શાંતિલાલભાઈ પરમાર (કુકમા)ના સાસુ, રૂપાલીબેન, મેહુલભાઈના દાદી, મયંકભાઇ, પૂજાબેનના દાદીસાસુ, અયાંશના પરદાદી તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-11-2023ના શનિવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર ખાતે. (ભાઈઓ-બહેનોની સંયુક્ત.)

નખત્રાણા : મૂળ ખીરસરાના સુથાર ડુંગરશી ભાણજી (ઉ.વ. 82) તે ગં.સ્વ. લક્ષ્મીબેનના પતિ, ગાંગજી શિવજી લિંબડા (ભવાનીપર)ના જમાઈ, ભીમજીભાઈ, ભગવતીબેન, કમળાબેન, મધુબેનના પિતા, ભાનુબેન (નખત્રાણા), ભરતભાઈ (દેવપર ગઢ), ટોકરશીભાઈ (રસલિયા), મોતીલાલ (રસલિયા)ના સસરા, રતનશીભાઈ (માધાપર), સુરજીભાઈ (નખત્રાણા), સ્વ. લાલજીભાઈ (ગાંધીધામ)ના કાકા, સ્વ. લક્ષ્મીબેન ભીમજી (વિરાણી), સ્વ. લીલાબેન કાનજી (વિગોડી)ના ભાઈ, ડિમ્પલ, કેતન, પૂજા, અશ્વિન, ભાવિકા, અંકિતા, કિંજલ, નિધિ, ધર્મ, અષ્ટના નાના તા. 15-11-2023ના અવસાન પામ્યા છે.

નખત્રાણા : કડવા પાટીદાર કુંવરબેન માવજીભાઇ રાજાણી (ઉ.વ. 86) તે નારાણભાઇ, જશોદાબેન (બેંગ્લોર), તારાબેન (ગુણાતીતપુર), વાલાબેન (અમદાવાદ), વિજયાબેન (બનેરા), કાંતાબેન (હૈદરાબાદ)ના માતા, હેમલતાબેન (બેંગ્લોર), ભાવનાબેન (વરણગાંવ), કંચનબેન (નાગપુર), જ્યોતિબેન (અંજાર), મોનિકાબેન (નખત્રાણા), હરેશ (કાનો) (બેંગ્લોર)ના દાદી, હીરજીભાઇ લાલજી નાયાણી (કોટડા-જ. હાલે રખિયાલ-દહેગામ)ના પુત્રી તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 18 અને 19-11-2023 શનિવારથી રવિવાર સુધી સવારે 8થી 10, બપોરે 3થી 5 નિવાસસ્થાન હરિહર કોમ્પ્લેક્સ, આનંદનગર, સાંઇ જલારામ મંદિરની સામે, નખત્રાણા ખાતે.

દહીંસરા (તા. ભુજ) : શાંતિલાલ દલપતરામ જોશી (ઉ.વ. 82) તે નર્મદાબેન (રેહા)ના પતિ, સ્વ. દલપતરામ પ્રેમજી જોશીના પુત્ર, સ્વ. શિવજીભાઇ (વાડાસર), સ્વ. મણિશંકરભાઇ (લુડવા), સ્વ. જેરામભાઇ (દહીંસરા), સ્વ. મીઠાબેન (મુંબઇ), ગં.સ્વ. મુલાબેન (નાના અંગિયા)ના નાના ભાઇ, સ્વ. શંભુરામ, મહેન્દ્રભાઇ, દિનેશભાઇ, વસંતભાઇ, જેન્તીભાઇ, લાભશંકરભાઇ, ભરતભાઇ, અરવિંદભાઇના કાકા તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11-2023ના બપોરે 3થી 4 બસ સ્ટેન્ડ પાસે, ભૂતેશ્વર મહાદેવ (શિવ મંદિરે), દહીંસરા ખાતે.

નારણપર-રાવરી (તા. ભુજ) : જત રિજવાન ઇબ્રાહિમ (ઉ.વ. 22) તે જત ઇબ્રાહિમ મામદ સિધિકના પુત્ર, જત ઇસ્માઇલ મામદના ભત્રીજા, ઇમરાન, અબ્બાસના પિતરાઇ ભાઇ તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત / બેસણું તા. 19-11-2023ના રવિવારે સવારે 10 વાગ્યે નારાણપર મુસ્લિમ જમાતખાના ખાતે.

મોટા સલાયા (તા. માંડવી) : સુમરા અબ્દુલ્લા હાજી ખમીસા (ભૈયા) (ઉ.વ. 80) તે હાજી આમદ, હુશેન, મ. સુલેમાન, દાઉદના ભાઇ, સાલેમામદ, યુનસ, સિદિક, જાવેદ, અનવરના પિતા તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-11- 2023ના રવિવારે રાત્રે ઇશા નમાજ બાદ મિનારા મસ્જિદ, ધાસુરા ચોક, સલાયા ખાતે.

કંઢરાઇ ચોકી (માંડવી) : કરીમાબાઇ ફકુભાઇ કોલી (ઉ.વ. 70) તે મીઠુ તથા કરમશીના મોટા બા, કાનજી, રમેશ, બાબુના માતા તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. તા. 19-11-2023ના રાત્રે સત્સંગ તથા તા. 20-11-2023ના સોમવારે પાણી.

મોટી ભાડઈ (તા. માંડવી) : મૂળ ધોકડાના ગોરી મંગલ જેઠા (ઉ.વ. 60) તે સ્વ. વાલબાઈ જેઠાલાલ ગોરીના પુત્ર, ગૌરબાઈના પતિ, રમેશ, ભીમજીના પિતા, લક્ષ્મીબેન, હાસબાઈ, જખુભાઇ  (એસ.ટી ડ્રાઈવર-માંડવી), લક્ષ્મણભાઈ ( એસ.ટી ડ્રાઈવર-માંડવી), નારણભાઈ, લધુભાઈ, હીરજીભાઈ, નવીનભાઈ, વાલજીભાઈ, સ્વ. માલશીભાઈના ભાઇ, નથુભાઈ માલશીભાઈ બળિયા (ટુંડા), મંગલ રામજી દનિચા (ગોણિયાસર)ના સાળા, જખુ અજા ઠોટિયા, મંગલ અજા ઠોટિયાના ભાણેજ, સ્વ. ગોપાલ અજા ઠોટિયા (દેશલપર)ના જમાઇ, રામજી ગોપાલ, બાવા ગોપાલ, રાજબાઇ જખુભાઇ દનિચા, પ્રમાંબેન તેજાભાઇ સિજુ, લીલબાઈ નારણ વિંજોડાના બનેવી, રાજેશ, અનિલ, વિનોદ, ગૌતમ, હરેશ, મનોજ, સ્વ. વિજય, જિજ્ઞા અવિનાશ અબચુંગ, નીતા કરન પાતારિયા, શીતલ ચંદ્રેશ વિંજોડાના મોટા બાપા, સંજના, સચિન, આશા, વંશ, તનમ્યના દાદા તા. 14-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ અને ઉત્તરક્રિયા પૂર્ણ થઈ ગઇ છે.

મોટી ખાખર : ગઢવી નારાણભાઇ અભાભાઇ કારાણી (ઉ.વ. 94) તે કારુભાઇ, દેવશ્રીબેન, પુરબાઇબેન, વાલબાઇબેન, પન્નાબેન, માલબાઇબેનના પિતા, દેવીદાનભાઇ (જામનગર), મૂળજીભાઇ, લક્ષ્મણભાઇ, વિરમભાઇ, વસરામભાઇ, સોનલબેન, કમશ્રીબેન, વિમળાબેન, કામઇબેન, રામઇબેનના મોટાબાપુ, સુમિત, નીતિન, ક્રિષ્નાબેન જાનલબેનના દાદા, પ્રભુભાઇના નાના તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 16, 17, 18ના અને ઉત્તરક્રિયા-પાણી તા. 26-11-2023ના રવિવારે નિવાસસ્થાન મોટી ખાખર ખાતે.

લુડવા (તા. માંડવી) : કુંભાર લતીફ ઉમર (ઉ.વ. 60) તે કુંભાર આમદ અને કુંભાર સિકંદરના પિતા, કુંભાર ઇબ્રાહીમ અને કુંભાર અબુબકરના ભાઈ, કુંભાર આદમ (બિદડા) અને કુંભાર જુસબ (બિદડા)ના બનેવી તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-11-2023ના શનિવારે સવારે 10થી 11 નિવાસે લુડવા ખાતે.

બારોઇ (તા. મુંદરા) : કુંદરોડીના કલ્યાણજી વેરશી છેડા (ઉ.વ. 85) તે વેલબાઇ વેરશી રવજીના પુત્ર, સાકરબેનના પતિ, લતા (રશ્મિ)ના પિતા, રાજેશ ભીમશી દેઢિયા (ગુંદાલા)ના સસરા, ક્રિના, મોન્ટુ, આયુષીના નાના, દર્શિલ શશિકાંત (ત્રગડી)ના નાનાઇ સસરા, રુહીના મોટા નાના, મગન, ઉમરશી, મેઘજી, ખેતબાઇ, લક્ષ્મીબેન, રતનબેનના ભાઇ, પુરબાઇ ભવાનજી ગાલા (પત્રી)ના જમાઇ, લક્ષ્મીચંદ, વસંત, જયંતી, અરવિંદના બનેવી તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી.

ધ્રબ (તા. મુંદરા) : તુર્ક મરીયમબાઇ મામદ હાલારવાલા (ઉ.વ. 85) (મૂળ મોટી બાણુગાર, જિ. જામનગર) તે આધમભાઇ જાકબ (હરિયાણા), મ. અબ્દુલા, ઇશા, હનાનના બહેન, અ. કાદર તારમામદ (ધ્રબ), અ. રઝાકના માસી, નૂરમામદ ગની (ધ્રબ), મામદ સિદિક (બાણુગાર)ના સાસુ તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-11-2023ના રવિવારે સવારે 10થી 11 ધ્રબ તુર્ક જમાતખાનામાં.

કારાઘોઘા (તા. મુંદરા) : કરસન લાલજી જોગી (ઉ.વ. 36) તે લાલજી ઉમરના પુત્ર, ગં.સ્વ. જ્યોતિબેનના પતિ, વાલજી, ચતુર, નવીનના ભત્રીજા, પરેશ, ધર્મેશના પિતા, કેસરબેન રમેશભાઈના જમાઈ, સવિતા, રસીલા, પ્રેમિલા, શારદાના ભાઈ તા. 15-11-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 25-11-2023ના ગુરુવારે રાત્રે અને ગૌપૂછ પાણી તા. 26-11-2023ના શુક્રવારે સવારે નિવાસસ્થાને કારાઘોઘા ખાતે.

નલિયા (તા. અબડાસા) : મૂળ વાડાપદ્ધરના ખેતશીભાઇ કેશવજીભાઇ ધેડા (ઉ.વ. 79) (રિટાયર્ડ માસ્તર-શિક્ષક) તે સ્વ. પુરબાઇના પતિ, સ્વ. આચાર હમીર મંગા (બુટ્ટા)ના જમાઇ, લક્ષ્મીબેન કેશવજી ધુઆ (ગાંધીધામ), મધુકાન્ત (નલિયા), અનસૂયાબેન દિનેશભાઇ બળિયા (મુંબઇ), શાંતાબેન આચાર્ય સંજોટ (ગાંધીધામ), મંજુલાબેન સુરેશભાઇ મેઘાણી (ગાંધીધામ), ચેતનાબેન પ્રેમજીભાઇ ડુંગરખિયા (ગાંધીધામ)ના પિતા, ગીતાબેનના સસરા, વાલબાઇ હીરજીભાઇ કટુઆ (ગાંધીધામ), ગોપાલભાઇ આચારભાઇ મંગા (નલિયા)ના બનેવી, દામજીભાઇ હરજીભાઇ મંગા (નખત્રાણા), રામજીભાઇ જુમ્માભાઇ મંગા (બુટ્ટા), સંદીપ, સુનીલ, વીરજીભાઇ વાલજીભાઇ ભર્યા (માંડવી)ના ફુઆ, નિરેન, આશિષ, શિવાનીના દાદા, ખુશીના વડદાદા, કાજલ અને સ્વેતાબેનના દાદાસસરા તા. 14-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાને દક્ષિણ?મહેશ્વરીવાસ, નલિયા ખાતે.

સાંધાણ (તા. અબડાસા) : દેમાબાઇ (ઉ.વ. 85) તે સ્વ. માલસીભાઇ બુઢાભાઇ કટુઆના પત્ની, સ્વ. માતંગ દેવરાજ કારૂભાઇ (માંડવી)ના પુત્રી, તેજબાઇ વાંછિયા ધુઆ (ગાંધીધામ), પુરબાઇ કાનજીભાઇ, વારસાખિયા (કાઠડા), બાવાભાઇ તથા દિલીપભાઇના માતા, રમીલા અને પ્રેમિલાબેનના સાસુ, લધાભાઇ અબચુંગ (ગુંદિયાળી), ફમા દેવજીભાઇ ગાભાભાઇ (પ્રજાઉ)ના વેવાણ, સ્વ. કાનજી તથા સ્વ. જુમ્માભાઇના પુત્રવધૂ, સ્વ. ખેતશીભાઇ તથા સ્વ. હીરબાઇના ભાભી, ભરત, હંસાબેન, લીલાવંતીબેન, મહેન્દ્ર, રાહુલ, પુનસી, અજયના દાદી, ચંદ્રિકાબેનના દાદીસાસુ, હર્ષના વડદાદી તા. 15-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન સાંધાણ ખાતે.

સાંભડા (તા. લખપત) : મંગલદાસ ભાણજી રાજગોર (ઉ.વ. 79) (માજી સરપંચ જુણાગિયા ગ્રામ પંચાયત, પૂર્વ ઉપપ્રમુખ રાજગોર સમાજ) તે રણછોડ હધુ વ્યાસ (જુણાગિયા)ના જમાઇ, સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. શંભુરામ, ગં.સ્વ. લીલાવંતીબેન લક્ષ્મીદાસ (નાની અરલ), ગં.સ્વ. દમયંતીબેન પરસોત્તમ (નેત્રા), બબીબેન ખીમજી (રસલિયા), નર્મદાબેન નાનજી (દેવપર)ના ભાઇ, વિમળાબેન મનસુખભાઇ (મોરજર), સ્વ. શિવજી, નવિનાબેન મંગલભાઇ (દેવીસર), જાગૃતિબેન રમેશ (રસલિયા)ના પિતા, ભારતીબેનના સસરા, લક્ષ્મીદાસ મોહનલાલ તથા સરોજબેન રવિલાલ (દરશડી)ના મોટાબાપા, શામજી, રામજી, કાનજી, લક્ષ્મીદાસ તથા મંગલદાસ વાલજીના કાકા, હિનાબેન ભાવિન જોષી (દેવીસર), નિતાબેન મહેક (માનકૂવા), કલ્પેશ, પરેશ, રાજેશ, ભાવેશ, સંજય, વિનોદ, ભરત, અરવિંદ, નરેન્દ્ર, ડિમ્પલ, મમતા, વર્ષા, વિજય, દિનેશના દાદા, રુદ્રના પરદાદા, અલ્પેશ, મયૂર, મિલન, દેવ, વિવેક, ક્રિશ, પાર્થના નાના, વેદ અને ધ્યાનના પરનાના તા. 15-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) નિવાસસ્થાન સાંભડા ખાતે.

અમદાવાદ : મૂળ મુંદરાના ગિરિનારાયણ બ્રાહ્મણ ધવલ હરેશભાઇ જાની (ઉ.વ. 45) તે સ્વ. ઇન્દુમતીબેન આણંદજી જાની (મુંદરા)ના પૌત્ર, ગં.સ્વ. કનકબેન ચંદુલાલ વ્યાસ (માંડવી)ના દોહિત્ર, વિમળાબેન હરેશભાઇ જાનીના પુત્ર, કેવિનભાઇના મોટા ભાઇ, ઝરણાના જેઠ, નવિકા અને નૈત્રીના કાકા, સ્વ. જયંતભાઇ અને સ્વ. કુમુદિની રમેશચંદ્ર ઠાકરના ભત્રીજા, સુરેન્દ્રભાઇ, તરુણભાઇ, કમલેશભાઇ, મનીષભાઇ, જયશ્રીબેન શૈલેશભાઇ પુરોહિત, ભાવનાબેન અજિતરાય ભટ્ટના ભાણેજ તા. 14-11-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિ. સંપર્ક : 98251 14460, 98984 50057.

અમદાવાદ : કુમારચંદ્ર દામોદરપ્રસાદ જોશી (ડી. સી. જોશી) (નિવૃત્ત કસ્ટમ ઓફિસર-કંડલા પોર્ટ) (ઉ.વ. 87) તે ઇન્દિરાબેનના પતિ, રવિ (ટ્રાન્સવોય લોજિસ્ટિક (ઇન્ડિયા) લિ.) (આશીર્વાદ ગ્રુપ અમદાવાદ-ગાંધીધામ), સોહાગ મહેશકુમાર ભટ્ટ, મિનોલા દેવેન્દ્રકુમાર દીક્ષિત, રીટા અનિરુદ્ધકુમાર જાડેજા, ક્રિષ્ના મુકેશકુમાર અધ્વર્યુ, તૃપ્તિ જયંતકુમાર વ્યાસ, પૂનમ નિખિલકુમાર દેસાઇના પિતા, સૂર્યાદેવી (સાણંદ)ના ભાઇ, દીપ્તિના સસરા, નૈતિકના દાદા, પૂજાના દાદા સસરા તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-11-2023ના રવિવારે સવારે 9.30થી 11.30 ધ સનરાઇઝ બેન્કવેટ, રત્નાકર હેલસિઓન પાસે, જાધપુર ગામ, અમદાવાદ-15 ખાતે.

ભુજ : ગં.સ્વ. મધુરીબેન હરિલાલ મોહનલાલ વોરા (ઉ.વ. 83) તે સ્વ. લક્ષ્મીબેન મોહનલાલ રાઘવજી વોરાના પુત્રવધૂ, પરિમલ (બી.એમ.સી.બી.), પારસ (પારસ ઇલેક્ટ્રોનિક્સ)ના માતા, સ્વ. ચંચળબેન શિવલાલ ભાણજીના પુત્રી, ભાવના તથા જિજ્ઞાના સાસુ, વેની, ઋષભના દાદી, મન્નાબેન પૂનમચંદ વોરા તથા વીણાબેન વિનોદભાઇ વોરાના જેઠાણી, સ્વ. કંચનબેન ગુલાબચંદ શાહ (અંજાર)ના ભાભી, અલ્પેશ, ચાર્મી, નૈતિકના કાકી, જિનેશ તથા સોનલના મામી, કીર્તિભાઇ, મંજુલાબેન, દયાબેન, લક્ષ્મીકાંતભાઇ, દમુબેન, ચંદ્રિકાબેન મહેન્દ્રભાઇના મોટા બહેન, આદિ, દિવમ, માહિર, બ્રિશા, નીવના મોટા નાની તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11-2023ના રવિવારે સાંજે 4થી 5 ડોસાભાઇ જૈન ધર્મશાળા પ્રથમ માળે, એ.સી. હોલમાં.

અંજાર : દિલીપ કાંતિલાલ ઉદવાણી (ઉ.વ. 53) તે સરલાબેન અને કાંતિલાલ શામજી ઉદવાણી (ભાનુભાઈ બકાલી)ના પુત્ર, ચંદા, મનોજ, રાજેશ, રીનાના ભાઈ, પ્રકાશકુમાર ચંદન (પૂના), વિમલકુમાર શાહના સાળા, ડો. જય શાહ, હેતાક્ષી, ધ્રુવના મામા તા. 15-11-2023ના અવસાન પામ્યા છે.

માધાપર (તા. ભુજ) : મૂળ હાજાપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) હરિકુંવરબેન હરિલાલ યાદવ (ઉ.વ. 77) તે સ્વ. હરિલાલ ભાણજી યાદવના પત્ની, સ્વ. પુરીબેન ભાણજી યાદવના પુત્રવધૂ, સ્વ. મુરીબેન ધનજીભાઈ ડોસા સોલંકી (માધાપર)ના પુત્રી , સ્વ. દેવરામ, દિનેશ (અહમદાબાદ), સ્વ. અરુણ, સ્વ. અમરતબેન, સ્વ. ડાહીબેન, સ્વ. જયાબેન, સરસ્વતીબેન (સુરત)ના ભાભી, સ્વ. સંજય, ગીતાબેન (ગાંધીધામ), મીનાબેન (માધાપર), સ્વ. કલ્પનાબેન (કુકમા), ભારતીબેન (માધાપર), દક્ષાબેન (નાગલપર)ના માતા, ગં.સ્વ. અંજનાબેન, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. વિનોદભાઈ, પ્રવીણભાઈ સોલંકી, પ્રવીણભાઈ પરમાર, વાસુદેવભાઇના સાસુ, જીમિત, કાવ્યના દાદી, ધરમશીભાઈ, રતનશીભાઈ, રમણીકભાઇ, ચંદ્રકાંતભાઈ, સ્વ. અમરતબેન, બચુબેન, સ્વ. મણિબેન, ભગીરથીબેન, જમનાબેનના બહેન તા.17-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-11-2023ના શનિવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, બસ સ્ટેશન પાછળ, જૂનાવાસ, માધાપર ખાતે.

ભુજોડી (તા. ભુજ) : માયાભાઇ રાયમલ નજાર (ઉ.વ. 103) તે સ્વ. પેથાભાઇ, રાજાભાઇ, પૂંજાભાઇ, કરમશીભાઇ, ભચીબેન શિવજી, દેવલબેન સામતના પિતા, સ્વ. લક્ષ્મીબેન જખુ સંજોટ (બિદડા), રાજીભાઇ ગોવિંદ સંજોટ (બિદડા)ના ભાઇ, સ્વ. માનબાઇના પતિ, થાવરભાઇ, ખીમજીભાઇ, ભીમજીભાઇ, હરેશભાઇ પેથાભાઇ, નારાણભાઇ, વિનોદભાઇ, જગદીશભાઇ, લીલાબેન, કમીબાઇ, ઝવેરબેન રાજાભાઇ, હીરજીભાઇ, નવીનભાઇ, મંજુલાબેન પૂંજાભાઇ, કાનજી, ખેતશી, નાનજી, હીરજી કરમશીના દાદા, શિવજી રૂપા પાયણ (કુકમા), સામત ભોજા ચનેપાર (મખણા), સ્વ. કુંવરબેન પેથાભાઇ, દેમાબેન રાજાભાઇ, દેવલબેન પૂંજાભાઇ, કેશરબેન કરમશી નિંજારના સસરા, નાથાભાઇ સામત, દાના સામત ભધ્રુ (જામથડા)ના બનેવી તા. 16-11-2023ના અવસાન પામ્યા છે. પરોજણ (સત્સંગ) ક્રિયા તા. 19-11-2023ના રવિવારે આગરી, તા. 20-11-2023ના સોમવારે પાણીઢોળ નિવાસસ્થાન ભુજોડી ખાતે.

કોટડા-ચકાર (તા. ભુજ) : શાન્તાબેન જેન્તીલાલ સેંઘાણી (ઉ.વ. 82) તે સ્વ. જેન્તીલાલ કરશન સેંઘાણીના પત્ની, સ્વ. ગંગદાસ પ્રેમજી લાખાણી (પાંતિયા)ના પુત્રી, પ્રભુદાસભાઇ, ઇશ્વરભાઇ, હરિભાઇ, શારદાબેન હરિલાલ ભગતના માતા, નિર્જલાબેન, ચંદ્રિકાબેન, સુશીલાબેન, હરિલાલ મેઘજી ભગતના સાસુ, પુનિત, રિંકલ, નિશા, જિજ્ઞેશ, હેતલ, જિનલ, દૈનિક, ભવ્ય, નિયતિના દાદી, અંકિતા, શેતલના દાદીસાસુ, શિવન્યાના પરદાદી તા. 14-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી હરિભાઇના નિવાસસ્થાને કોટડા (ઉ.) ખાતે.

દુધઇ (તા. અંજાર) : મગનભાઇ જુમાભાઇ નોરિયા (ઉ.વ. 70) તે વાલબાઇના પતિ, નવીનભાઇ, યોગેશભાઇના પિતા, મીનાબેન, દક્ષાબેનના સસરા, ભચીબેન કાનજીભાઈ દેવરિયા, લક્ષ્મીબેન કરશન ધેડાના ભાઇ, દીક્ષિત, મૈત્રી, દૃષ્ટિ, સાંચીના દાદા તા. 14-11-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 19-11-2023ના રવિવારે તેમજ દિયાળો (ઘડાઢોળ) તા. 20-11-2023ના સોમવારે નિવાસસ્થાન દુધઇ, તા. અંજાર ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : આસારીયા સામત ગઢવી મુંધુડા (ઉ.વ. 40) તે  જેતબાઈબેન તથા સ્વ. સામત વાલાભાઈના પુત્ર, ગોરબાઈના પતિ, રામના પિતા, રામઈબેન અરજણ મૌવર, ધનબાઈબેન લાખાભાઇ, કામઈબેન રામભાઇ મૌવર, જુમાબેન ધનરાજ મૌવર, પુરબાઈબેન પત્રામલ મૌવર, પચાણ સામત, દેવાંધ સામતના ભાઈ, રામભાઇ વાલાભાઈ મુંધુડા, હરદાસ વાલાભાઈ મુંધુડાના ભત્રીજા, વરજાંગ કરસન, ડોસાભાઈ, નારાણભાઈ, નાગાજણ, જંગલભાઈના કાકાઇ ભાઈ, સ્વ. કાનિયાભાઈ હરિભાઈના જમાઈ તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વાડી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નં. 1ની બાજુમાં આવેલી વાડીએ તેમજ ઉતરક્રિયા તા. 27-11-2023ના સોમવારે તે જ સ્થળે.

શિરાચા (તા. મુંદરા) : મેરૂભા ભાણજી ચૌહાણ તે મનુભા નથુભાના કાકા, મહેન્દ્રસિંહ, દિલુભાના પિતા, મેરૂભા, કલુભાના ભાઇ, શિવુભા, મીતરાજસિંહ, જયપાલસિંહ, હાર્દિકસિંહ, વીરભદ્રસિંહના દાદા, માધુભા દેવાજી જાડેજા (ગુંદાલા)ના બનેવી તા. 14-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય સમાજવાડીમાં.

કોટડા-જડોદર (તા. નખત્રાણા) : લુહાર ફાતમાબાઈ નૂરમામદ (ઉ.વ. 85) તે મ. નૂરમામદ સુમારના પત્ની, મ. અબ્દુલ્લા બુઢ્ઢા (જખૌ), મ. અલીમામદ મીઠુ (ઉખેડા)ના સાસુ, તા. 14/11/2023ના અવસાન પામ્યા છે. વાયેઝ, જિયારત તા. 18/11/2023ના સવારે 10 કલાકે નિવાસસ્થાન કોટડા-જડોદર ખાતે.

Janmadin Vishesh Purti

Panchang