• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં કચ્છની ટીમ ઉપવિજેતા

ભુજ, તા. 11 : વડનગર ખાતે આયોજિત ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં કચ્છ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશનની ટીમ શાનદાર પ્રદર્શન સાથે ઉપવિજેતા થઈ હતી. કચ્છની ટીમે સુરતને હરાવીને ફાઈનલ પ્રવેશ કર્યો હતો અને અંતિમ જંગમાં તે બનાસકાંઠા પરાજીત થઈ હતી. એ સાથે જ કચ્છની ત્રણ ખેલાડી નેનાબેન બાંભણિયા, આરતી બાવલિયા અને આયુષી ડાંગરની ગુજરાતની ટીમ માટે પ્રિ-નેશનલ કેમ્પ માટે પસંદ થઈ હતી, જ્યારે અંજલિ વાજાએ સ્ટેન્ડબાયમાં રાખવામાં આવી છે. કચ્છની ટીમે વડનગર ખાતે રાજ્ય સ્તરની સ્પર્ધામાં પ્રથમવાર ફાઈનલ સુધીની સફર કરી હોવાનું સમજાય છે. કચ્છ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશને ટીમને બિરદાવી હતી. સેમિફાઈનલમાં કચ્છે સુરતને ત્રણ ગોલથી હાર આપી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd