• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ખરાબ હવામાનનાં કારણે શુભેન્દુનાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી, તા. 11 : ખરાબ હવામાનને કારણે આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના હેલિકોપ્ટરનું પૂર્વ મેદિનીપુર જિલ્લાના કોલાઘાટમાં સાવચેતીના ભાગરૂપે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી દમદમથી કેશપુર જવા માટે હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતા પરંતુ રસ્તામાં હવામાન ખરાબ થતાં પાયલોટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોલાઘાટના એક ખુલ્લા મેદાનમાં હેલિકોપ્ટર ઉતારવાનો નિર્ણય કર્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd