દહીંસરા (તા. ભુજ), તા. 11 : આ ગામની બે
દાયકા જૂની પાણી સમસ્યાનો ઉકેલ આવતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. પાણીના નવા બોરનું
ખાતમુહૂર્ત કરાયું હતું. દહીંસરા લેવા પટેલ લંડન સમાજ, દાતા દંપતી રામપરના શાંતિલાલ વેલજી ભંડેરીએ
સહયોગની ખાતરી આપી હતી, પરંતુ સરકારી તંત્ર દ્વારા માંગ સંતોષાતાં
ગામજનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. સિમેન્ટના જૂના પાઇપો કાઢીને નવા પી.વી.સી. પાઇપો
નખાતાં સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, સરપંચ ઇન્દુમતીબેન આસાણી, ઉપસરપંચ વિરમભાઇ કારા રબારી તથા પંચાયતના સભ્યોનો આભાર વ્યક્ત કરાયો હતો.