• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

પંદર વર્ષથી મેઈન્ટેનન્સના અભાવે વરાડિયા ગામના ખેડૂતો પરેશાન

નલિયા, તા.11 : અબડાસા તાલુકાના વરાડીયા વાડી વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી વીજ લાઈનોનું મેન્ટેનન્સ ન થતું હોવાની ફરિયાદ સાથે ખેડૂતોએ કોઠારા પીજીવીસીએલ કચેરીએ ડેપ્યુટી એન્જિનિયરને મૌખિક રજૂઆત કરી હતી. વરસાદ ખેંચાતા હાલ ખેતી માટે વીજળીની તાતી જરૂર છે, ત્યારે વારંવાર તાર તૂટવા, જમ્પર ઉડવા અને બાવળની જાળીઓને કારણે વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો હોવાના બનાવો અંગે જણાવાયું હતું. ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે હેલ્પરો દ્વારા પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. જર્જરિત લાઈનોને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હોવાનું જણાવ્યું હતું. રજૂઆતના પગલે ડેપ્યુટી એન્જિનિયરે તાત્કાલિક યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી.

Panchang

dd