• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

`અરુણાચલ ભારતનું અભિન્ન અંગ'

નવી દિલ્હી, તા.  11 : ભારત-ચીન સરહદે સતત અતિક્રમણના પ્રયાસો કરતું રહેલું ચીન ભારતે અરુણાચલ પ્ર્રદેશમાં તળાવ, સ્મારક અને માનવ વસાહતો સહિત 27 સ્થળનાં નામ બદલવા માટે લીધેલાં પગલાંથી ઊકળી ઊઠયું છે. ચીને નિંદા કરતાં કહ્યું તું કે, બન્ને દેશ ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણ પછી સંબંધ સુધારવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ભારત દ્વારા આ રીતે નામ બદલવાનું લેવાયેલું પગલું ગેરકાનૂની અને અસ્વીકાર્ય છે, આવાં વલણથી તાણ ફરી વધી શકે છે. નવી દિલ્હીએ ચીનને ફરી મજબૂત જવાબ આપતાં કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ અમારો અભિન્ન હિસ્સો છે અને રહેશે. આ સત્યને કોઇ બદલાવી શકે નહીં. બીજી તરફ ભારતે ચીનને વખતોવખત જણાવ્યું છે કે, જંગનાન ભારતનો અભિન્ન ભાગ છે અને ત્યાં ભારત સરકાર સ્વતંત્ર નિર્ણય લઇ શકે છે, તો ચીન તે ભાગના 90 કિલોમીટર સુધી પોતાનો હક્ક હોવાનો દાવો કરે છે. ચીન 2017થી સતત આ જ પ્રદેશમાં નામ બદલવાનો સિલસિલો ચાલુ રાખે છે. આ વખતે ભારતે તેના જ વિસ્તારમાં નામ બદલ્યાં છે ત્યારે ચીન ઊકળી ઊઠયું છે. ભારતે અરુણાચલ પ્રદેશની સરકારની સલાહ પ્રમાણે સર્વે ઓફ ઇન્ડિયા નકશામાં કાયદેસર રીતે આ ફેરફાર કર્યે છે. જ્યારે ચીન કહે છે કે, અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે, તેથી તેનું નામ જંગનાન રાખ્યું છે. ભારતે આ દાવાને આધારહીન ગણાવીને નકાર્યો છે. ચીને એક મીડિયા હેવાલમાં જણાવ્યું છે કે, ચીન લાંબા સમયથી આ વિસ્તારને પોતાના નકશામાં સામેલ કરતું આવ્યું છે. ભારત-ચીન વચ્ચે સંબંધો સુધરવાના સંકેતો વચ્ચે ભારતનું આ એકતરફી પગલું છે, જેથી સરહદે બન્ને દેશો વચ્ચે હાલત બગડી શકે છે. આનાથી ભારતને કોઇ ફાયદો થવાનો નથી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે એપ્રિલ મહિનામાં જ કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ હંમેશાં ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે, ત્યાં ચીન દ્વારા વિસ્તારનાં નામ બદલવાના પ્રયાસ ગેરકાનૂની છે અને આ બાબતને સાંખી લેવાશે નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 1914માં સિમલા સમજૂતી સમયે બ્રિટિશ ઇન્ડિયા અને તિબેટ વચ્ચે મૈકમોહન લાઇન બનાવવામાં આવી હતી, જો કે ચીન તે સીમાને માનતું નથી.

Panchang

dd