• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

સ્મૃતિનો ડબલ ધમાકા : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન-સદીનો વિક્રમ

નવી દિલ્હી, તા. 3 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2026 મહિલા એશિયા કપ દરમિયાન સૌથી વધુ સદી (18) અને રન (10,880) બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં હોંગકોંગ સામે રમી રહી છે, જ્યાં મંધાનાએ તેની 18મી સદી ફટકારી હતી. આ સાથે તેણે ભૂતપૂર્વ ભારતીય બાટિંગ દિગ્ગજ મિતાલી રાજના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડયો હતો. ઓસ્ટ્રેલિયાની મેગ લાનિંગે 17 સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ તે રેકોર્ડ હવે પણ તૂટી  ગયો છે. મંધાનાએ 64 દડામાં 124 રન ફટકાર્યા હતા, જેમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. આ મહિલા ટી-20 એશિયા કપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. આ સાથે તેણે 18મી આંતરરાષ્ટ્રીય સદી પૂર્ણ કરી હતી. વધુમાં, તેણીએ મિતાલી રાજના રેકોર્ડને તોડીને 10,880 રન બનાવ્યા હતા. અગાઉ, મિતાલી 10,868 રન સાથે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી હતી.   મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન : 18 સદી - સ્મૃતિ મંધાના, 17 સદી - મેગ લાનિંગ, 17 સદી - લૌરા વોલ્વાર્ડ, 15 સદી - હેલી મેથ્યુઝ, 14 સદી - સુઝી બેટ્સ, 14 સદી - ટેમી બ્યુમોન્ટ, જ્યારે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી સ્મૃતિ મંધાના - 10880, મિતાલી રાજ - 10868, સુઝી બેટ્સ - 10740, ચાર્લોટ એડવર્ડ્સ - 10273, સ્ટેફની ટેલર - 1005. 

Panchang

dd