• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

પુનડી નજીક પોલીસે 35 ટન બોક્સાઈટ સાથે ટ્રક ઝડપી પાડી

કોડાય, તા. 3 : પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ગેરકાયદે ખનિજના પરિવહન સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે કોડાય પોલીસે પુનડી પાટિયા નજીકથી બોકસાઈટના જથ્થા સાથે ટ્રક પકડી પાડી હતી. કોડાય પોલીસની ટીમ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન પુનડી પાટિયાથી ગામ તરફના રોડ પર આવેલા એસ.પી.એમ.ના ગેટ પાસેથી પસાર થઈ રહેલી શંકાસ્પદ ટ્રક નંબર જીજે-32-ટી-2273ને અટકાવવામાં આવી હતી. આ વાહનમાંથી કાયદેસરની પરમિટ વગરનો 35 ટન બોકસાઈટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1.80 લાખની કિંમતનું બોકસાઈટ તથા 10 લાખની ટ્રક મળીને રૂા. 11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગેરકાયદે ખનિજ પરિવહન બાબતે કરમરિયાના દેવા પુના રબારીની અટકાયત કરાઈ હતી તેમજ બનાવ અંગે ખાણ ખનિજ વિભાગને જાણ કરવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Panchang

dd