દુબઈ, તા. 2: આઇસીસી તરફથી આજે મેન્સ ટેસ્ટ
ક્રિકેટના નવા ક્રમાંક જાહેર થયા છે. જેમાં ભારતીય કપ્તાન શુભમન ગિલ અને ઇંગ્લેન્ડના
કેપ્ટન જો રૂટને બેટિંગ ક્રમાંકમાં અને ભારતીય ફાસ્ટર જસપ્રિત બુમરાહને બોલિંગ ક્રમાંકમાં
નુકસાન થયું છે. શ્રીલંકા પ્રવાસના બન્ને ટેસ્ટમાં ગિલના બેટમાંથી રન નીકળ્યા ન હતા.
આથી તે 709 રેટિંગ સાથે નવમા સ્થાને ખસી
ગયો છે જ્યારે જો રૂટ 820 અંક સાથે
ત્રણ નંબર પર આવી ગયો છે. બોલિંગ ક્રમાંકમાં બુમરાહે ગત સપ્તાહે ટોચનું સ્થાન ગુમાવ્યું
હતું. હવે તે બે નંબર પરથી ત્રણ નંબર પર ખસી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો અનુભવી બેટર સ્ટિવન
સ્મિથ (840) બીજા સ્થાને આવી ગયો છે. ઇંગ્લેન્ડનો
હેરી બ્રુક (8પ6) ટોચ પર યથાવત્ છે. શ્રીલંકાના કામિન્ડુ મેન્ડિસે કોલંબો ટેસ્ટમાં
અર્ધસદી કરી હતી. તે બે સ્થાન ઉપર આવી 10મા ક્રમે આવી ગયો છે જ્યારે ભારતીય ટીમને એકલવીર બની હંફાવનાર
શ્રીલંકન યુવા બેટર સોનલ દિનુશા 29 સ્થાનની છલાંગ
લગાવીને 2પમા ક્રમે આવી ગયો છે. જયારે શ્રેણીમાં
બે સદી કરનાર દેવદત્ત પડીક્કલ પાંચ સ્થાન ઉપર આવી પ4મા નંબરે આવ્યો છે. ઇંગ્લેન્ડનો બોલર ઓલિ રોબિન્સન પાંચ ક્રમ
ઉપર આવી પાંચમા નંબરે આવી ગયો છે. તેણે પાક. સામેની લોર્ડ્સ ટેસ્ટમાં 8 વિકેટ લીધી હતી. સ્ટાર્ક પહેલા અને હેનરી
બીજા ક્રમે છે. તેના પછી બુમરાહ છે. પાક. બોલર મોહમ્મદ અબ્બાસ 10 ક્રમ ઉપર આવી 1પમા સ્થાને આવી ગયો છે.