માધાપર (તા. ભુજ), તા. 2 : એશિયાના આર્થિક
સદ્ધર ગણાતા માધાપર ગામમાં ઊભરાતી ગટરની સમસ્યા વકરી રહી છે. ગામના ચિંતન ચંદ્રકાંત
ઓઝાએ જણાવ્યું હતું કે, માધાપરમાં
જૂનાવાસમાં શેરી નં.-રમાં છેલ્લા ચાર દિવસથી ગટર ઊભરાઈ રહી છે. શેરીમાં વહેતાં ગંદાં
પાણીના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. અહીં નિયમિત સફાઈ પણ થતી નથી.,
જેથી માખી, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યૂ
સહિતના રોગચાળાએ માથું ઊંચકયું છે, ત્યારે ગટર સમસ્યાના ઉકેલ
સાથે નિયમિત સફાઈ માટે માંગ ઊઠી છે.