• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

નાની ચીરઇમાં રિક્ષાચાલક ઉપર છ શખ્સે કર્યો હુમલો

ગાંધીધામ, તા. 3 : ભચાઉના નાની ચીરઇ નજીક રિક્ષાચાલકને રોકાવી છ શખ્સે પાઇપ, ધારિયા વડે માર મારતાં આ આધેડને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. સામખિયાળીમાં રહેનાર ફરિયાદી લતીફ ઇબ્રાહીમ ખલીફા ગઇકાલે સવારે મુસાફર લઇને ગાંધીધામ આવ્યા હતા ત્યાંથી પરત સામખિયાળી જવા નીકળ્યા હતા. આ આધેડ નાની ચીરઇ પાસે પહોંચ્યા હતા ત્યારે કાર અને બાઇક પર સવાર છ શખ્સ આવ્યા હતા જેમાં રિયાઝ મુસા ખલીફા, આદિલ અનવર ખલીફા, અનવર અબ્દુલ ખલીફા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સ હતા. આ શખ્સોએ આધેડ ઉપર પાઇપ-ધારિયા વડે હુમલો કરી નાસી ગયા હતા. ઘવાયેલા રિક્ષાચાલકને વધુ સારવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઇ જવાતાં તેમને બંને હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. આ ફરિયાદીનો દીકરો એક યુવતીને લઇને ચાલ્યો ગયો હોવાથી તેનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું. 

Panchang

dd