• રવિવાર, 05 એપ્રિલ, 2026

સામખિયાળીની દુકાનમાંથી 1.80 લાખની ઉઠાંતરીમાં બે પકડાયા

ગાંધીધામ, તા. 4 : સામખિયાળીમાં  ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે અજાણ્યા આરોપીએ દુકાનમાંથી રોકડા રૂા. 1.80 લાખની ઉઠાંતરી કરી   હતી. આ પ્રકરણમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. સામખિયાળી ચાર રસ્તા પંચવટી કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન નં. 03માં આવેલી આશાપુરા ટેડિંગ નામની દુકાનમાં ગત તા. 31/3ના સવારે 10થી 10.45 વાગ્યામાં ચોરીનો બનાવ બન્યો હતો. લોખંડ અને પતરાના વેપાર  સાથે જોડાયેલા સિદ્ધરાજસિંહ અજિતસિંહ જાડેજાની ફરિયાદને આધારે  પોલીસે તપાસ હાથ  ધરી હતી. પૂર્વ કચ્છ એલસીબી પોલીસે સૂરજબારી બ્રિજથી સામખિયાળી તરફ જતા માર્ગ ઉપરથી આરોપી વિકી વેલશીભાઈ શેખલિયા, મહેશ ઉર્ફે મયલો મગનભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. તહોમતદારો પાસેથી રોકડા રૂા. 1,75,500, મોબાઈલ ફોન, આઈ-10 ગાડી નં. જીજે-04-એફએ-1652 કિં. રૂા. 5 લાખ સહિત કુલ રૂા. 6,80,500નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આરોપી વિકીની વિરુદ્ધમાં ગારિયાધાર પોલીસ મથકમાં મારામારી સહિતના ત્રણ ગુના નોંધાયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું. 

Panchang

dd