• રવિવાર, 05 એપ્રિલ, 2026

મોઢવામાં બાઇક આડે નીલગાય આવતાં અકસ્માતમાં ગામના સગીરનું મૃત્યુ

ભુજ, તા. 4 : માંડવી  તાલુકાના મોઢવામાં ગઇકાલે મધ્ય રાત્રે બાઇક આડે નીલગાય આવી જતાં માર્ગના થાંભલામાં બાઇક અથડાતાં આ અકસ્માતનાં પગલે ગામના 15 વર્ષીય સગીર એવા ફરદીન કાસમ અબ્દુલ્લા લાખનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મોઢવામાં રહેતો ફરદીન તેના કબજાની બાઇક નં. જી.જે. 12 ડીક્યુ 4515 ચલાવી તેની પાછળ તેના મિત્ર ઇમરાનને બેસાડી તા. 3-4ના રાત્રે 12થી 12-30 વાગ્યાના અરસામાં મોઢવા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો હતો, ત્યારે માર્ગ આડે નીલગાય આવતાં અકસ્માત થતાં બાઇક સાઇડના થાંભલામાં અથડાઇ હતી. ફરદીનને માથામાં ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નીપજ્યાની વિગતો  માંડવી મરીન પોલીસ મથકે મૃતક ફરદીનના પિતા કાસમ અબદુલ્લા  લાખને જાહેર કરતાં પોલીસે મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. 

Panchang

dd