• રવિવાર, 05 એપ્રિલ, 2026

મુંદરાના દોઢ કરોડના શરાબના ગુનાનો નાસતો આરોપી જબ્બે

ભુજ, તા. 4 : ગત 23મી સપ્ટે.માં રાજ્ય સ્તરની પોલીસ ટીમે બે કન્ટેનર ભરેલો દોઢ કરોડથી વધુનો શરાબ ઝડપી પાડયો હતો. આ કેસનો નાસતો આરોપી રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જીલુભા જાડેજા (રહે. નાની ખાખર)ને એલસીબીએ ઝડપી પાડયો છે. આ દરોડા દરમ્યાન બે શખ્સ ઝડપાયા હતા અને આ માલ કુખ્યાત બુટલેગર અનોપસિંહ રાઠોડે મગાવ્યાનું ખૂલ્યું હતું. તપાસમાં રઘુવીરાસિંહ ઉર્ફે રઘુભાની પણ સંડોવણી ખૂલતાં એલસીબીએ આ નાસતા આરોપી રઘુવીરસિંહને સુખપર ટીંબામાં આવેલી તેની વાડી ઉપરથી ઝડપી આગળની કાર્યવાહી અર્થે મુંદરા પોલીસને સોંપ્યો હતો. 

Panchang

dd