• રવિવાર, 05 એપ્રિલ, 2026

ગાંધીધામમાં મોબાઈલ ચોરીના બનાવમાં આરોપીની અટક

ગાંધીધામ, તા. 4 : અહીં મકાનમાંથી અજાણ્યા શખ્સે રૂા. 22,000ની કિંમતના મોબાઇલની ચોરી કરી હોવાનો મામલો પોલીસ દફ્તરે દર્જ થયો હતો. આ ગુનામાં સામેલ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.  શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ નાં મકાન નંબર-797માં ગત તા. 31/3ના બપોરે 1થી 6 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ અંગે માનાશાબાબુ  યોશેપુ પીપારાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ઘરના આગળ ચાલીમાં બારી ઉપર મૂકેલ વિવો કંપનીનો મોબાઇલ ચોરાયો હતો. પોલીસે ગુનામાં સામેલ આરોપી અરજણ દેવાભાઈ ભરવાડની ધરપકડ કરી હતી. ચોરેલો મોબાઈલ પરત કબજે લીધો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ આડેસર અને ગાંધીધામ બી-ડિવિઝનમાં ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા  હોવાનું પોલીસે યાદીમાં ઉમેર્યું હતું. 

Panchang

dd