• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : મહેશભાઇ કલ્યાણજી આથા (ઉ.વ. 73) તે કમળાબેનના પુત્ર, મિનલબેનના પતિ, સ્વ. પ્રદીપભાઇ, સ્વ. રાજેશભાઇ, ભાવનાબેન નરેન્દ્રભાઇ ડંડના મોટા ભાઇ, રોહિણીબેન, મધુરીબેનના જેઠ, શીતલ, તેજસના પિતા, દીપ, ભૂમિના મોટાબાપા, વિક્રમભાઇ, ભક્તિબેનના સસરા, સ્વ. શંકરલાલ ગોવિંદજી ઠક્કર (ગોવિંદજી માધવજી)ના જમાઇ, કાંતિભાઇ, અશોકભાઇના બનેવી, જિયાનના દાદા, માધવન, રૂતિકાના નાના તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2024ના સોમવારે સાંજે 5થી 6 રૂખાણા હોલ, લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : મનુભા શિવુભા જાડેજા (ઉ.વ. 79) (રિ. બેન્ક મેનેજર બેન્ક ઓફ ઇન્ડિયા-ભુજ) (મૂળે ખેડોઇના) તે ધર્મેન્દ્રસિંહ (જાડેજા પેથોલોજી લેબોરેટરી), હર્ષાબા ગોહિલ (ભાવનગર)ના પિતા, નીતાબા (નમ્રતાબા) તથા પૃથ્વીસિંહના સસરા, વિક્રમસિંહ (દહીંસરા), રણજિતસિંહ (માધાપર)ના મોટા ભાઇ તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-3-2024ના સોમવારે રાજગોર સમાજવાડી આર.ટી.ઓ. સર્કલ પાસે ભુજ ખાતે ભાઇઓ તથા બહેનોનું બેસણું સાથે, સાંજે 5થી 6 વાગ્યે. 

ભુજ : મૂળ વીડી (તા. અંજાર)ના માંજોઠી કુલસુમબેન રહેમતુલા (બબા) (ઉ.વ. 59) તે મ. રહેમતુલા (બબા) ઇલિયાસના પત્ની, મ. આદમ ઉમર માંજોઠીના બહેન, સલીમના માતા, રજાક ઇલિયાસના ભાભી, અલ્તાફ હુસેન અબ્દુલ લતીફના સાળી, અકીલના માસી, મુસ્તાક, સુલ્તાનના ફઇ તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-3-2024ના સોમવારે અસર નમાજ બાદ ગુલઝારે મદીના મસ્જિદ, લશ્કરી માતામ, કેમ્પ એરિયા ભુજિયા તળેટી ભુજ ખાતે.

આદિપુર : મૂળ ખંભરાના ગોસ્વામી ગોપાલપુરી (ઉ.વ. 66) તે સ્વ. અમૃતબેન તથા બુધપુરી મંગલપુરના પુત્ર, અનસૂયાબેનના પતિ, પ્રભાબેન જેન્તીગિરિ, પ્રકાશપુરી, વીણાબેન શાંતિગરના ભાઇ, મનીષાબેન, પ્રજ્ઞાબેન, નીતેષપુરીના પિતા, હેમંતગર ગોવિંદગર (અંજાર), સંજયગર ચંદુગર (માધાપર), તૃપ્તિબેનના સસરા, ચંદ્રિકાબેનના જેઠ, સમીરપુરી, કૃણાલપુરીના મોટાબાપા, અપેક્ષાબેન, મોનિકાબેનના મોટા સસરા, ગં.સ્વ. લક્ષ્મીબેન વલમગર મોતીગર (ભારાપર)ના જમાઇ, સ્વ. રમેશગર, કનૈયાગિરિ, જયશ્રીબેન ભગવાનપુરી (અંજાર)ના બનેવી, કમળાબેનના નણદોયા, ભાર્ગવગિરિ, પંકજગિરિ, મયૂરગિરિના મામા, આરૂષી, સ્વરાના દાદા, હેમાંગી (નલિયા), મોહિત, મહેક, મોક્ષ, અક્ષના નાના બાપા તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2024ના બુધવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, કપિલમુનિ આશ્રમ મધ્યે, તા. 3-4-2024ના બુધવારે ભંડારો દશનામ ગોસ્વામી સમાજવાડી, આદિપુર ખાતે.

માંડવી : ભાણજી હીરજી ચૂડાસમા (ઉ.વ.67) તે સુશીલાબેનના પતિ, હીરેન, ચંદ્રેશ, મહેકના પિતા તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2024ના સોમવારે બપોરે 4થી 5 રામેશ્વર વાડી માંડવી મધ્યે. 

માંડવી : વિસનગરા નાગર મહેશભાઇ ભટ્ટ (ઉ.વ. 72) તે સ્વ. મધુકાંત અંબાલાલ ભટ્ટના પુત્ર, સ્વ. ભાઇલાલભાઇ અંબાલાલ ભટ્ટના ભત્રીજા, દીપિકાબેનના પતિ, કલ્પિત (કેનેડા)ના પિતા, ઋગ્વિતાના સસરા, નંદિકા તથા દિતીના દાદા, સ્વ. ચંદ્રકાંતાબેન વાસુદેવ પંડયા (લુણાવાડા)ના જમાઇ, સ્વ. સુરેશભાઇ, ગિરીશભાઇ, હરીશભાઇ, પ્રતિમાબેનના બનેવી, સ્વ. દિનેશભાઇ (દિનુભાઇ ભટ્ટ), સ્વ. પરેશભાઇ, મંજુલાબેન, માલ્વિકાબેન, ભારતીબેન (બીએસએનએલ-માંડવી), ભાવનાબેન હેમાંગ ભટ્ટ (બીએસએનએલ-બરોડા), નમ્રતા મનીષ માંકડ (બેંગ્લોર)ના ભાઇ, દર્શના તારક વૈશ્નવ (અમદાવાદ), પલ્લવી અતુલ જોષી (ભુજ), સંદીપ, વિરલ કેલન પાલા (પોરબંદર)ના કાકા, વૈશાલી સંદીપના કાકાજી તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2024ના સોમવારે સાંજે 4થી 5 જૈનપુરી, એ.સી. હોલ, માંડવી ખાતે.

મોટા રેહા (તા. ભુજ) : જીલુભા (ઉ.વ. 38) તે સ્વ. વિશાજી ગોવિંદજીના પુત્ર, હઠુભાના મોટા ભાઇ, સ્વ. વિજયરાજજી, સ્વ. ખેંગારજી તથા ભાવસંગજીના ભત્રીજા, સ્વ. ખીમાજી, સ્વ. રવુભા, મોતીસિંહ, જાલુભા, હઠુભા, ધીરુભાના ભાઇ, મહેન્દ્રસિંહ, શક્તિસિંહ, સ્વ. કાનુભા, ગુલાબસિંહ, મહાવીરસિંહ, સ્વરૂપસિંહ તથા રવિરાજસિંહના કાકા, શિવરાજસિંહના પિતા તા. 20-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી દરબાર ડેલી મોટા રેહા ખાતે.

મદનપુરા (કોડાય) : દામજી હરજી સેંઘાણી (ઉ.વ.70) તે સ્વ. ધનબાઈ હરજીના પુત્ર, ઝવેરબેનના પતિ, સ્વ. અબજી લધા વાસાણી (વડવા)ના જમાઈ, રાજેશ, ભાવેશ તથા ભાવનાબેન (લાયજા)ના પિતા, ગંગારામભાઈ, દેવકાબેન (ભીલોડા), નર્મદાબેન (વેશલપર), ઝવેરબેન (દુજાપર), શાન્તાબેન (હળવદ) તથા લીલાબેન (બિદડા)ના ભાઈ, લીલાબેનના જેઠ, રમીલાબેન તથા દક્ષાબેનના સસરા, મૌલિક તથા સંદીપના મોટા બાપા, વિપલબેન તથા રિંકલબેનના મોટા સસરા, નેહા, નીત, ધ્રુવ, મૈત્ર, ઉર્વ, પૂર્વ તથા નીશિવના દાદા તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.24-3-2024ના રવિવારે સવારે 8.30થી 12, બપોરના 3થી 5 શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હોલ મદનપુરા ખાતે તથા તા.26-3-2024ના મંગળવારે બપોરના 3.30થી 5 પાટીદાર સમાજવાડી મુંદરા ખાતે. 

મેરાઉ (તા. માંડવી) : બાયાબહેન રામજીભાઇ દાફડા (ઉ.વ. 45) તે રામજી દામજી દાફડા (એડવોકેટ)ના પત્ની, ખુશીબેનના માતા, સ્વ. ગાંગબાઇ દામજીભાઇ દાફડા, દામજીભાઇ ચાંપશીભાઇ દાફડાના પુત્રવધૂ, નારાણ દાફડા, કાનબાઇ લધારામ ધેડાના ભાભી, જયાબેન નારાણ દાફડાના જેઠાણી, દિલીપ, મમતા, રેખાના મોટી મા, સ્વ. રાણબાઇ આલારામ આયડીની પુત્રી, ગોવિંદ આયડી, જીવરાજ આયડી, નરસિંહ આયડી, જગદીશ આયડી, જેઠીબેના બહેન તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ મેરાઉ નિવાસસ્થાને તા. 24-3-2024ના આગરી અને તા. 25-3-2024ના ઘડાઢોળ (પાણી). 

નાગ્રેચા (તા. માંડવી) : અનિરુદ્ધાસિંહ ખેંગારજી જાડેજા (ઉ.વ. 76) તે વિક્રમાસિંહ ખેંગારજી (નાગ્રેચા) અને બહાદુરાસિંહ ખેંગારજી (બરોડા)ના મોટા ભાઈ, લખધીરાસિંહ મુડવાજી જાડેજા (બરોડા)ના કાકાઈ ભાઈ, પ્રદ્યુમનાસિંહ (અમેરિકા)ના પિતા, ઋષિરાજાસિંહ અને હરદીપાસિંહ (બરોડા)ના કાકા, પ્રદીપાસિંહ, જયદીપાસિંહ, હરદીપાસિંહ (ગાંધીનગર)ના મોટાબાપુ તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-3-2024થી 29-3-2024 સુધી નાગ્રેચા દરબારગઢ મધ્યે.

ઝરપરા (તા. મુંદરા) : રામભાઇ ખેતશી શેડા (ઉ.વ. 84) તે સ્વ. થારૂભાઇ, સ્વ. મેઘરાજ, સ્વ. હરિભાઇ, સ્વ. સવરાજના ભાઇ, ધનરાજ કેશવના કાકાઇ ભાઇ, ગં.સ્વ. વીરબાઇના પતિ, મૂરજીભાઇ, ભારૂભાઇ, નારાણના કાકા, સામરાભાઇ રામ (પૂર્વ સરપંચ), નારાણ, હરજી, કાનજી (નિવૃત્ત ફૌજી), દેવરાજ, લક્ષ્મણ, ખીમશ્રીબેન દેવરાજ ગિલવા, કમશ્રીબેન સવરાજ શાખરા, ભાણબાઇ દેવરાજ ટાપરિયા, મેઘબાઇ લાખા ગિલવાના પિતા, કેશવ, વાલજી, દેવરાજ, ખેતશી, રાજેશ, વિજય, વિશ્રામ, ગોપાલ, આશારિયા મંગાના દાદા તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ભંડારિયા વાડીએ, બોરાણા-ધ્રબ રોડ પર તેમજ ઉત્તરક્રિયા તા. 2-4-2024ના એ જ સ્થળે.

નિરોણા (તા. નખત્રાણા) : કરાશિયા વંકાભાઇ (ઉ.વ. 56) તે સ્વ. આલાભાઇ વેલાભાઇના પુત્ર, સ્વ. પારૂબેન (વંગ), જશુબેન (જિંદાય), સ્વ. મમુભાઇના ભાઇ, હીરજી, પ્રતાપના પિતા, ખેતશી, તેજસના મોટાબાપા, રતનશી રામજીના જમાઇ તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ગોકુલવાસ, નિરોણા?ખાતે.

નાના અંગિયા (તા. નખત્રાણા) : પટેલ કેસરા શિવજી રૂડાણી (ઉ.વ.90) તે મેઘબાઈના પતિ, સ્વ. હંસરાજભાઈ, રણછોડભાઈ (કોલ્હાપુર), અબજીભાઈ, ભચીબેનના પિતા, મનસુખ, મહેશ, દીપક, પરેશના દાદા, સ્વ. જેઠાભાઈ, સ્વ. કરશનભાઈ, જમનાબેન, જશુબેનના ભાઈ, સ્વ. દેવજીભાઈ સુરાણી-ભગત (વિથોણ)ના જમાઈ તા.23-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.26-3-2024ના મંગળવારે સવારે 8થી 11 તેમજ બપોરના 3થી 5 પટેલ અબજી કેશરા રૂડાણીના નિવાસસ્થાને નાના અંગિયા ખાતે.  

ગાગોદર (તા. રાપર) : મહિપતરામ (બચુભાઇ) (ઉ.વ. 77) તે કાશીરામ ગોરધનદાસ લશ્કરીના પુત્ર, ભરતદાસના પિતા, તુલજાબેનના પતિ, સવિતાબેનના સસરા, કિશનદાસ, પૂજાના દાદા, હીરાબેન, શાંતાબેન, ખીમદાસ, રમેશદાસ, નટવરદાસ, હસમુખદાસના ભાઇ, નૈનાબેન, જાગૃતિબેન, નૈનાબેન ખીમદાસ, ભાનુબેનના જેઠ તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા નિવાસસ્થાને. આગરી તા. 2-4-2024ના મંગળવારે તેમજ ભદ્રોત્સવ તા. 3-4-2024ના બુધવારે નિવાસસ્થાને.

ધનાવાડા (તા. અબડાસા) : હિંગોરા આમદ હાજી મુશા  તે હાજી મુસા નૂરમામદના પુત્ર, ગની નૂરમામદના ભત્રીજા, ગફુર, અનવરના ભાઇ, ફરહાનના પિતા તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-3-2024ના સોમવારે ધનાવાડા મસ્જિદમાં સવારે 9થી 10 વાગ્યે. 

નુંધાતડ (તા. અબડાસા) : જાડેજા કનુભા દિલુભા (ઉ.વ.62)  તે  સ્વ. જાડેજા જગુભાના નાના ભાઈ, જાડેજા જોરૂભાના મોટા ભાઈ, ભૂપતાસિંહ, પ્રવીણાસિંહના પિતા, અશોકાસિંહના મોટાબાપુ, શૌર્યરાજાસિંહ, પ્રિન્સરાજાસિંહના દાદા તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-3-2024ના ગુરુવારે, ઉત્તરક્રિયા 1-4-2024ના નુંધાતડ દરબારગઢ ખાતે.

વાગાપદ્ધર (તા. અબડાસા) : પઢિયાર જીવાબા જેમલજી (ઉ.વ.80) તે સ્વ. જેસંગજી, સ્વ. દેશરજી, જેઠુભાના ભાભી, સ્વ. અરજણજી, સ્વ. બહાદુરસિંહ, લાલુભા, ભીખુભા, મેઘરાજજીના મોટા બા, હાલુભા, સ્વ. આમરજી, મનુભા, વાગજીના માતા, પ્રેમસિંહ, ખિતુભા, લગધીરસિંહ, શંકરસિંહ, હકુમતસિંહ, દોલતસિંહ, વિજયસિંહ, ભગીરથસિંહ, પ્રહલાદસિંહ, વિરમજી, ધ્રુવરાજસિંહના દાદી તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. જળ અર્પણવિધિ તા. 1-4-2024ના વાગાપદ્ધર ગામે, સાદડી નિવાસસ્થાને. 

નલિયા (તા. અબડાસા) : કુંભાર આધમ સિધિક (ઉ.વ. 85) તે ઇશાના પિતા, ઇશાક, રમજાન, મ. મામદ, મ. સાલેમામદના ભાઇ તા. 23-3-2024ના અવાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-3-2024 સોમવારના અસર નમાજ બાદ વાયેઝ-જિયારત પેનલછાપીર કમ્પાઉન્ડમાં નલિયા ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang