• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : નંદલાલભાઈ ચંદ્રભાણ પંજાબી (ઉ.વ. 77) તે સ્વ. વીરાબેન ચંદ્રભાણ ત્રિલોકચંદ પંજાબીના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, સ્વ. ગોવિંદભાઇ, કિશનભાઇના ભાઇ, પ્રણવ (અંબે હેન્ડલૂમ), મમતા, ઉષા, આશા, હેતલ (કચ્છમિત્ર)ના પિતા, પ્રહલાદ સોમૈયા, રાજેશ ઠક્કરના સસરા, પ્રેમ, જીલના નાના, સંદિપ, રોબિન, ચંદન, કૃણાલના કાકા તા. 24-10-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 25-10-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન કારીતાસ સોસાયટી ભુજથી લોહાણા સ્મશાનગૃહ, વી.ડી. હાઈસ્કૂલ પાસે જશે, પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે). મો. 87806 06057. 

ભુજ : રીટાબેન (ઉ.વ. 53) (ભુ.ન.પા. માજી કાઉન્સિલર) તે વિલાશભાઈ (વિશાલ ગોર)ના પત્ની, સ્વ. રુક્ષ્મણિબેન ભીમજીભાઇ મોતાના પુત્રવધૂ, સ્વ. ધવલ, ઐશ્વર્યા, જીલ, દેવના માતા, વિવેકકુમાર (ભુજ નગરપાલિકા)ના સાસુ, ગં.સ્વ. મધુબેન પ્રવીણભાઈ પેથાણી, વિણાબેન અનિલકુમાર ખેતિયા, સંજયભાઈ ભીમજીભાઇ મોતાના ભાભી, પ્રવીણાબેન સંજયભાઈ મોતાના જેઠાણી, શિવાની, ખ્યાતિના કાકી, લીના, શ્રુતિ, દીપ (લીના બિલ્ડર્સ), કૃતિકા, યજ્ઞેશના મામી, વિજયાબેન વસંતભાઈ જોશી (નિવૃત્ત શિક્ષક)ના વેવાણ, સ્વ. રુક્ષ્મણિબેન ભગવાનજીભાઇ ત્રિકમજીભાઈ (શિણાઈ)ના પુત્રી, ક્રિષ્નાબેન, હિતેશભાઇ (કલેક્ટર ઓફિસ), ચેતનભાઈ (ઉજાસ પ્રિન્ટિંગ પ્રેસ)ના બહેન, બિંદિયાબેન, કિરાતીબેનના નણંદ, સ્વ. ધનજીભાઇ, પ્રાણલાલભાઈ ગોરના ભત્રીજી, નિરાલી, રૂચિત અને રિયાના ફઈ તા. 24-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-10-2026ના સોમવારે સાંજે 5થી 6 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : અશોકભાઈ ચત્રભુજ જોબનપુત્રા તે સ્વ. ગંગાબેન ચત્રભુજ ફતેચંદના પુત્ર, પુષ્પાબેનના પતિ, સ્વ. માયાબેન નિર્મળગર ગોસ્વામીના ભાઈ, ભગવાનગર દેવગર ગોસ્વામીના  બનેવી, દમયંતીબેન ભગવાનગર ગોસ્વામીના નણદોયા, કલ્પેશ, ધર્મેશ, રોહિણીબેન ગોસ્વામીના પિતા, મનીષા, માયા, મૌલેશગિરિ કૈલાસગિરિ ગોસ્વામીના સસરા, ઉર્વી, જય, ઈશાન, આયુષના દાદા, હર્ષલ, કાવ્યાના નાના, પ્રિન્સી હર્ષલના નાના સસરા, ગીતા, તૃપ્તિ, અમિતના મામા, ભારતી, વિનુ, પૂનમના ફુવા તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-10- 2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 શેઠ નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી (ભીવંડીવાળા), વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : ભટ્ટી ફાતમાબેન ફકીરમામદ (નિવૃત્ત જિલ્લા પંચાયત) (ઉ.વ. 79) તે મ. ઓસમાણ, સાલેમામદ, મહમદહુશેન, કીરમા, જાહીદા, તાહેરાના માતા, જાકબ બકાલી (ઇલેક્ટ્રિશિયન), અનવર ઓસમાણ, હસનઅલીના સાસુ, મ. હુશેન, મ. મામદ, મ. સુલેમાન સુમરાના બહેન, સમા મોબીનના દાદીસાસુ, મ. કયુમ તથા યાશીન મોહમદ જૈદના દાદી તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-10-2026ના સોમવારે સવારે 9થી 10 માંજોઠી જમાતખાના, જયેષ્ઠાનગર, ભુજ ખાતે.

ભારાપર (તા. ભુજ) : વેલજીભાઇ વાલજીભાઇ ફાંફણા (ઉ.વ. 52) તે ગં.સ્વ. દેવીબેન વાલજી ફાંફણાના પુત્ર, અમરત, માવજી, લક્ષ્મી, હિનાબેનના ભાઇ, નેહા, ઉર્મિલા, મધુ, દક્ષાના પિતા, રમીલાબેનના પતિ, નરશીભાઇ (ખેડબ્રહ્મા)ના જમાઇ, ચમનભાઇ (ગણેશનગર)ના વેવાઇ, રાહુલભાઇના સસરા, હિરેન, અંશના મોટાબાપા, જેન્તી, મોહનના કાકા, રમેશભાઇ વાસુભાઇના સાળા તા. 24-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 27-10-2026ના આગરી તથા તા. 28-10-2026ના પાણીયારું (ઘડાઢોળ) નિવાસસ્થાન ભારાપર ખાતે.

લોડાઇ (તા. ભુજ) : કુંભાર હાજી સુમાર અલાના (ઉ.વ. 72) તે આધમ અને સલીમ (બિસ્મિલા વેલ્ડિંગ-લોડાઇ)ના પિતા તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-10-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન લોડાઇ ખાતે.

નાગોર (તા. ભુજ) : જત મરિયમબાઈ (ઉ.વ. 63) તે મ. અબ્દુલઝીઝ સુમારના પત્ની, ફૈઝલ (રાજા)ના માતા, મોહમ્મદરફીક, હાજીઅશરફના ભાભી, યુસુફ, ઇકબાલ, અસલમના કાકી, સુમેર, અદનાન, કામરાનના દાદી, જત ઇમરાનના સાસુ, જત અબ્દુલ સતાર, જત સલીમના બહેન, જત અબ્દુલ ગની, જત સલીમના મામી તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-10-2026ના રવિવારે સવારે 10થી 11 નાગોર જી.આઈ.ડી.સી. ખાતે.

દેવપુર-ગઢ (તા. માંડવી) : ભાટ (ચંદેશરાવ) મંજુલાબેન (ઉ.વ. 76) તે રામસંગજી મંગલસંગજીના પત્ની, ભાટ પોપટભાઇ ગોપાલજીના પુત્રી, જખીબેન પોપટભાઇના બહેન, ધીરજભાઇ, સ્વ. અશ્વિનભાઇ, સ્વ. પ્રકાશભાઇના માતા, પ્રજ્ઞાબેન, ગીતાબેન, ડિમ્પલબેનના સાસુ, કૃપા, ભૂમિ, જિગર, ભક્તિ, આશિષ, એંજલના દાદી તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-10-2026ના સોમવારે બપોરે 3થી 4 વિષ્ણુ સમાજવાડી, દેવપુર ખાતે.

ઝરપરા (તા. મુંદરા) : કાનજી દેવરાજ મિંઢાણી (ઉ.વ. 58) તે પંકજ, હીરબાઇ, નેહલના પિતા, રણમલ, સ્વ. નારાણ, સ્વ. સામત, કામઇબેન, નાગશ્રીબેનના ભાઇ, રામ રણમલ, પત્રામલ સામત, રામ નારાણના કાકા તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી મિંઢાણી સમાજવાડી, ઝરપરા ખાતે. ઉત્તરક્રિયા (પાણી) એ જ સ્થળે.

કોડાય (તા. માંડવી) : જુણેજા અફસાનાબાઇ સિધીક (ઉ.વ. 37) તે મ. સમેજા જુસબ (કેરા)ના પુત્રી, જુણેજા અયુબ સિધીકના પુત્રવધૂ, જુણેજા સિધીક અયુબના પત્ની, રમજુ, સુલેમાનના ભાભી, કાસમ જુસબ (કેરા)ના બહેન તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-10-2026ના સોમવારે 11થી 12 સિંધી સુન્ની મુસ્લિમ જમાતખાના, કોડાય ખાતે.

રસલિયા (તા. નખત્રાણા) : મૂળ વાંકુના પ્રવીણસિંહ (પિન્ટુ) મનુભા જાડેજા (ઉ.વ. 38) તે દાનુભા, ટપુભા, જયવીરસિંહના ભત્રીજા, રોહિતસિંહ મનુભાના નાના ભાઇ, યુવરાજસિંહ, સત્યરાજસિંહ, શીતલબાના કાકા, જીયાબા, દીક્ષિતાબાના પિતા તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રસલિયા ખાતે.

સાંગનારા (તા. નખત્રાણા) : ખતાબાઇ ઇશ્વરભાઇ કોલી (ઉ.વ. 102) તે સ્વ.  ઈશ્વરભાઈના પત્ની, સ્વ. મેઘાભાઈના પુત્રી, વાલજીભાઈ, મીઠુભાઈ, મમુભાઈ, સ્વ. દેવાભાઈ, કુંવરબેન, સવિતાબેન, મગીબેન, કવિતાબેનના માતા, રમાબેન, કાંતાબેન, નાનજીભાઈ, સંજયભાઈ, હરિભાઈ, લાલજીભાઈ, નવ્યાબેન પાર્થના દાદી તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 2-11-2026ના સોમવારે તથા ઘડાઢોળ તા. 3-11-2026ના મંગળવારે તેમજ સાદડી નિવાસસ્થાન સાંગનારા ખાતે.

કલ્યાણપર-મંજલ (તા. નખત્રાણા) : હાલે સાલકિયા (પ. બંગાલ) મંગળાબેન ભગત (ધરમશિયાણી) (ઉ.વ. 68) (પટેલ સો મિલવાળા) તે કરમશીભાઈ અરજણભાઈ ભગત (ધરમશિયાણી)ના પત્ની, ભરતભાઈ, જયાબેન, રેખાબેન, કિરણબેનના માતા, સ્વ. અરજણભાઇ ભાણજી ધરમશિયાણીના પુત્રવધૂ, સ્વ. રતનશીભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. માધવજીભાઈ, મોહનભાઈ, નરશીભાઈના ભાભી તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-10-2026ના સોમવારે સવારે 8થી 11 કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, કલ્યાણપર ખાતે.

અમરાપર-ખડીર : નારેજા મકાબાઇ મામદ તે નારેજા ઇસ્માઇલ, રહીમ, જુસબના માતા તા. 24-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 26-10-2026ના સવારે 10 વાગ્યે.

કેરવાંઢ (તા. અબડાસા) : કેર ઇલિયાસ હાજી અલીમોહમ્મદ (ઉ.વ. 57) તે જુમ્મા, મોહમ્મદ રહિમ, જુસબ, અનવરના પિતા, આમદ હાજી હારૂન, રમજાન હાજી હારૂનના કાકાઈ ભાઈ, કેર મૌલાના મોહમ્મદહનીફ અઝહરી, કેર મૌલાના અબ્દુલરઝાક મુસ્તફાઈ, કેર મૌલાના સુલેમાન મુસ્તફાઈના મામા તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-10-2026ના રવિવારે સવારે 10.30 વાગ્યે મદરેસા અનવારે મુસ્તફા કમ્પાઉન્ડ, કેરવાંઢ ખાતે.

માનપુરા-કોઠારા (તા. અબડાસા) : વિશ્રામભાઈ નારાણભાઈ પરગડુ (કોટવાળ) (ઉ.વ. 72) તે ગં.સ્વ. લક્ષ્મીબાઈના પતિ. કાનજીભાઈ, સામાબેન રમેશભાઈ સીજુ (ગણેશનગર-નખત્રાણા), મધુબેનના પિતા, સ્વ. જુમાભાઈ, સ્વ. પંચાણભાઇ, સોનબાઇ નારાણભાઈ જેપાર (વરમસેડા), ચંપાબાઈ મનજીભાઈ બળિયા (વરાડિયા), પેરમાબેન મંગાભાઇ બળિયા (બિટ્ટા)ના ભાઈ, ગાવિંદભાઇ શિવજીભાઈ પરગડુ, જેઠાભાઇ શિવજીભાઈ પરગડુ, જેઠાભાઇ ખીયશીભાઈ પરગડુના ભત્રીજા, હરજીભાઇ, દેવજીભાઈ, મનજીભાઇ, મહેશભાઈ, ધનલક્ષ્મીબેન નથુભાઈ સીજુ (વરાડિયા), ભચીબાઇ વેલજીભાઇ સીજુ (વરાડિયા)ના મોટાબાપુ, સ્વ. મંગાભાઇ તેજાભાઈ બુચિયા (વરાડિયા) ના જમાઈ, સ્વ. આચારભાઈ મંગાભાઇ બુચિયા (વરાડિયા)ના બનેવી તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. તા. 26-10-2026ના સાંજે કોઠ -આગરી અને તા. 27-10-2026ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાને.

નરા (તા. લખપત) : પ્યારકૌર હરબંસસિંઘ રાયશીખ (ઉ.વ. 53) તે હરબંસસિંઘ સોનાસિંઘના પત્ની, જગજ્યોતસિંઘના માતા, જોગીંદરસિંઘ, હરચરણસિંઘ, મહેન્દ્રસિંઘ, માયાકૌર, મહેન્દ્રકૌરના બહેન, ગુરૂબચનસિંઘ ઈન્દ્રસિંઘ, સુરેન્દ્રકૌરના ભાભી તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd