• મંગળવાર, 03 નવેમ્બર, 2026

આદિપુરમાં વધુ 2.13 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે બે ઝડપાયા

ગાંધીધામ, તા. 2 : આદિપુરની ડી.એ.વી. સ્કૂલ પાસેથી પોલીસે બે શખ્સને પકડી પાડી તેમની પાસેથી રૂા. 2,13,780નું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આદિપુરની સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન ડી.એ.વી. સ્કૂલ પાસેથી મૂળ રાજસ્થાનના હાલે વરસામેડીમાં રહેનાર રમેશકુમાર ખેમારામ મેઘવાળ તથા દિનેશકુમાર કલારામ મેઘવાળ નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ શખ્સો પાસેથી રૂા. 2,13,780નું 71.260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું તથા ડિજિટલ મોબાઇલ કાંટો, બાઇક નંબર જીજે-12-એએ-8335, મોબાઇલ, રોકડ રૂપિયા વગેરે મળીને કુલ રૂા. 2,69,470નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમને આ માદક પદાર્થ ધોરીમન્ના રાજસ્થાનના અશોક ભજનારામ મીણી (બિશ્નોઇ)એ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને પકડી પાડવા આગળની કવાયત પોલીસે હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd