• સોમવાર, 16 નવેમ્બર, 2026

અર્શદીપનો સ્ફોટક અંદાજ : બે છગ્ગા મારી બુમરાહ - શમીની ખાસ ક્લબમાં સામેલ

નવી દિલ્હી, તા. 15 : ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને અંતિમ વન-ડે મેચમાં ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહે પોતાની બાલિંગ ઉપરાંત બાટિંગમાં પણ વિસ્ફોટક અંદાજ બતાવી બે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. અંતિમ ક્રમે બાટિંગ કરવા ઉતરેલા અર્શદીપે 4 બોલમાં બે છગ્ગાની મદદથી 14 રનની અણનમ ઇનિંગ્સ રમી ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયું હતું. આ તોફાની બાટિંગ સાથે અર્શદીપ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં નંબર-11 પર બાટિંગ કરતા ઇનિંગ્સના પ્રથમ બોલે જ છગ્ગો ફટકારી ખાતું ખોલાવનાર માત્ર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. અગાઉ આ અનોખી સિદ્ધિ માત્ર વેંકટેશ પ્રસાદ (વર્ષ 2000માં ઓસ્ટ્રેલિયા સામે) અને જસપ્રીત બુમરાહ (વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા સામે) જ હાંસલ કરી શક્યા હતા.  ડે ઇનિંગ્સમાં નંબર-11ના ક્રમે ભારત તરફથી સૌથી વધુ બે છગ્ગા ફટકારવાના સંયુક્ત રેકોર્ડની પણ તેણે બરાબરી કરી લીધી છે. આ યાદીમાં તેણે પૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદ (1996માં પાકિસ્તાન સામે) અને મોહમ્મદ શમી (2014માં શ્રીલંકા સામે)ની ખાસ ક્લબમાં સ્થાન મેળવી લીધું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd