બાઇક રેલીના કાર્યક્રમો થયા, અગ્રણીઓનું સન્માન કરાયું
ગાંધીધામ, તા. 15 : ક્રાંતિકારી
તથા સમાજ સુધારક અને જનનાયક બિરસા મુંડાની 151મી જન્મજયંતીની મહાનગરપાલિકા
દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન વહીવટી તંત્ર
દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ
અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરની ગાંધી માર્કેટ ખાતેથી બાઈક રેલીનું આયોજન
કરાયું હતું, જે અગ્રસેન ભવન ખાતે પહોંચી હતી. અહીં બિરસા મુંડાની
જન્મજયંતી કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાઅધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા તથા
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મહાનગરપાલિકાના મેયર
દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, મ્યુનિસિપલ કમિશનર બી.ડી. ડાવેરા, સ્ટેન્ડિંગ કમિટીના
ચેરમેન તેજસભાઈ શેઠ, દંડક સુરેશભાઈ ધુઆ, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ
દેવેન્દ્રાસિંહ જાડેજા, માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તથા આદિવાસી
સમાજના લોકો તેમજ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં
અગ્રણીઓએ ક્રાંતિકારી બિરસા મુંડાનાં કાર્યોને યાદ કરી તેમની અંગ્રેજો સામેની લડાઈ
તથા આંદોલન અંગે લોકોને અવગત કર્યા હતા. આ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા આદિવાસી સમાજના
અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની કલાકૃતિનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ
કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રસારણ પણ લોકોએ નિહાળ્યું
હતું. અહીં આવાસ યોજના, એનયુએલએમના લાભાર્થીઓને તથા આયુષ્યમાનકાર્ડનું
વિતરણ કરવામાં આવ્યું હતું.