• મંગળવાર, 17 નવેમ્બર, 2026

આ શ્રેણી બેટ્સમેનોની નહીં બોલરોની હતી : કેપ્ટન અય્યર

નવી દિલ્હી, તા. 15 : ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી વન-ડેમાં 209 રનના સામાન્ય સ્કોરનો બચાવ કરીને 22 રને રોમાંચક વિજય મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે આ શ્રેણીને બોલરોના વર્ચસ્વવાળી ગણાવી હતી. તેણે કહ્યું કે, આ શ્રેણી બેટ્સમેનો માટે નહીં, પરંતુ બોલરો માટે હતી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં દરેક ખેલાડીએ જવાબદારી નિભાવી હતી. અય્યરના મતે, ઇનિંગ્સના મધ્યંતરે કોઈ લાંબી ચર્ચા વિના ટીમ મેદાન પર સારું પ્રદર્શન કરવા કટિબદ્ધ હતી. ઝડપી બોલરોએ એક છેડેથી રન પર અંકુશ રાખી અને બીજા છેડેથી વિકેટો ઝડપીને બાલિંગ કરવાની રણનીતિ સફળ બનાવી, જેમાં અર્શદીપ સિંહે 30 રનમાં 3 વિકેટ લઈ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd