• સોમવાર, 16 નવેમ્બર, 2026

સૂર્યનારાયણદેવને અર્ઘ્ય અર્પણ સાથે ગાંધીધામમાં આસ્થાભેર છઠ્ઠપૂજાની ઉજવણી

ગાંધીધામ સંકુલનાં વિવિધ સ્થળે ઉત્તર ભારતીય સમુદાય સહિતના આસ્થાળુઓ પૂજનવિધિમાં ભાવભેર જોડાયા

ગાંધીધામ, તા. 15 : વિવિધતામાં એકતાનાં દર્શન કરતા કચ્છનાં પ્રથમ મહાનગર ગાંધીધામ સંકુલમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા આસ્થાભેર પરંપરાગત છઠ્ઠપૂજા  કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ભારતીય સમાજના લોકો દ્વારા ગાંધીધામની રેલવે કોલોની, કિડાણા, ભારતનગર, મેઘપર બોરીચી અને કુંભારડી સહિતનાં સ્થળોએ છઠ્ઠ પૂજન કાર્યક્રમ ભક્તિભાવ સાથે યોજાયો હતો. આ મહોત્સવ અંગે આસ્થાળુઓએ જણાવ્યું હતું કે, આ પરંપરા રામાયણ અને મહાભારતકાળથી ચાલી આવે છે. આ પૂજા માતાજી અને મહાભારતકાળમાં કુંતિએ તેમજ દાનેશ્વરી કર્ણ પણ સૂર્યાપાસના સાથે કરી  હતી. આ પૂજા દરમ્યાન 48 કલાક નિર્જળા ઉપવાસ રાખવામાં આવે છે. અંતિમદિવસે ઊગતા સૂર્યને અર્ઘ્ય આપી પૂજાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને બિહારમાં લોકો નદી, તળાવ કે કોઈ પણ જળ સ્થળે એકત્ર થઈ ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરે છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ સ્થળે વિભિન્ન પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. આ મહોત્સવને લઈને આકર્ષક સજાવટ, પરંપરાગત ગીતો અને સંગીતથી વાતાવરણથી ગુંજી ઊઠયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd