• સોમવાર, 16 નવેમ્બર, 2026

ચીરઇ નજીક માર્ગ ઓળંગતા વૃદ્ધનું થાર હડફેટે મોત

ગાંધીધામ, તા. 15 : ભચાઉ તાલુકાના મોટી ચીરઇ નજીક માર્ગ ઓળંગતા કિશોર હીરાભાઇ ઘોઘલિયા (ઉ.વ. 60)ને થાર ગાડીએ હડફેટમાં લેતાં આ વૃદ્ધનું મોત થયું હતું. મોટી ચીરઇ નજીક બુગી કંપની પાસે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી રમેશ મેઘજી તાવડી (ખારવા) અને ક્લીનર હીરાભાઇ મીઠાપુરથી સોડા ભરીને માંડવી આવવા નીકળ્યા હતા. મોટી ચીરઇ નજીક ટ્રક ઊભી રાખી બંને ચા-પાણી પીવા ગયા હતા. બાદમાં માર્ગ ઓળંગતા હીરાભાઇને નંબર પ્લેટ વગરની થાર ગાડીએ હડફેટમાં લેતાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, જેમાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd