ભુજ બાર એસો.એ આપણો બાર આપણો પરિવારના સૂત્ર સાથે
સ્નેહમિલન યોજ્યું
ભુજ, તા. 15 : ભુજ
બાર એસોસિએશન દ્વારા આપણો બાર આપણો પરિવારના સૂત્ર સાથે વાર્ષિક સ્નેહમિલન તથા સન્માન
સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ સચિન એમ. ગોરે પ્રાસંગિક ઉદ્બોધન
કરી ઉપસ્થિત સર્વે મહેમાનોને આવકાર્યા હતા.
કચ્છ-મોરબી લોકસભાના સાંસદ અને એડવોકેટ વિનોદ ચાવડાને ખાસ સન્માનિત કરી આવકાર
આપવામાં આવ્યો હતો. તેમના સહયોગથી આયોજિત બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી
વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર અને ભુજ નગરપાલિકાના
કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી હાજર રહ્યા હતા. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ
જજ ડી. પી. મહીડા, ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ
શ્રી ઠક્કર, અધિક ડીસ્ટ્રીક્ટ જજ શ્રી ખત્રી, અધિક ડીસ્ટ્રીક્ટ જજ શ્રી પ્રજાપતિ, અધિક ડીસ્ટ્રીક્ટ
જજ શ્રી રાડિયા, અધિક ડીસ્ટ્રીક્ટ જજ શ્રી ખાંધડિયા, સિનીયર સિવિલ જજઓ શ્રી જોશી, શ્રી સિંઘલ, શ્રી પઠાણ, શ્રી સિંઘ, લીગલ એઇડ
સેક્રેટરી પાટડિયા, જૈન મેડમ, ચીફ જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટ કુરેશી, લેબર કોર્ટ જજ મોદાન અને ફોરમ જજ શ્રી જોશીને આવકારી સન્માનિત
કરેલ હતું. કાયદા ક્ષેત્રે અડધી સદીથી વધુ સમય સેવા આપનારા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ વલ્લભભાઈ
મૂળજીભાઈ ગણાત્રા, વેલજીભાઈ લાલજીભાઈ પટેલ, નિરંજનભાઈ બિહારીલાલભાઈ અંતાણી, પુષ્પદાનભાઈ શંભુદાનભાઈ
ગઢવી, હરીલાલ જેરામભાઈ ખત્રી, શંકરભાઈ લીલાધરભાઈ
સચદે, વિનયકાંત ચુનીલાલ માંડલિયા, જયંતીલાલ
ખેતશીભાઈ ઠક્કર, રામલાલભાઈ મૂળજીભાઈ ઠક્કર, અમીરઅલીભાઈ હાજીહુશેનભાઈ લોઢિયા અને ભરતભાઈ મણીભાઈ ધોળકીયાનું ગૌરવપૂર્ણ સન્માન
કરવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ સભ્ય મગનભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના કાઉન્સિલર સાવિત્રીબેન જાટ, ક્રિશ્નાબા
ઝાલા, અને હરેશભાઈ મહેશ્વરી તથા ભુજ તાલુકા પંચાયત સભ્ય વિનોદ
પિંડોરિયાને સન્માનીત કરાયા હતા. દાતાઓ નસીમબેન ખત્રી, મગનભાઈ
અને મોહનભાઈ રાજીયા ગઢવી, દિલીપભાઈ ત્રિવેદી, સલીમભાઈ ઘાંચી, સચિન ગોર, હરીશભાઈ
આહીર, ઝુલ્ફીકાર સૈયદ, હિતેનભાઈ સોલંકી,
મયુરભાઈ ખટાણા, કિરણભાઈ ગણાત્રા, મલ્હાર બુચ, જબરદાનભાઈ ગઢવી, હરેશભાઈ
ફુફલ, કાનજીભાઈ ધુવા, કે. કે. હિરાણી,
અલ્તાફભાઈ કુરેશી, પ્રફુલભાઈ ઠક્કર, સંજયભાઈ પટેલ, ભરતભાઈ ધોળકિયા, અરાવિંદભાઈ વાઘેલા, અતુલભાઈ નેમચંદભાઈ મહેતા, હાજી અબ્દુલરશિદભાઈ
ખત્રી, ભોજ હાજી સીધીકભાઈ, મિતભાઈ ઝવેરી,
ઉર્મિશભાઈ અને હિરેનભાઈ સચદે, ભ્રાંતિબેન વોરા,
અવનીશભાઇ ઠક્કર, વિમલભાઈ મહેતા, જીતેન્દ્રભાઈ ઝવેરી, અતુલભાઈ આઈ. દેસાઈ, અશોકભાઈ માંડલિયા, જે. કે. ઠક્કર તથા નીરવભાઈ ઠક્કર તેમજ
રામલાલભાઈ અને તારકભાઈ તેમજ નિશાંતભાઈ ઠક્કરનું વિશેષ અભિવાદન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં બાર એસોસિએશન કારોબારી
ટીમના કાનજીભાઈ ધુવા, કાંતાબેન વેકરિયા, મેહુલભાઈ ગોસ્વામી, દક્ષાબેન સોની, ભક્તિબેન ગોર, હર્ષદ જરાદી, શિવપાલ
વાઘેલા, પરેશ હિંગણા, વીનેશ ચાડ,
કોમલબેન ઠક્કર, મીનાબેન હડિયા, આરતીબેન ઝાલા, પરેશ હિંગણા, દિવ્યાબેન
બારમેડા, ધનજી મેરિયા, આનંદ જોશી,
પરાગ જોશીએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં એડવોકેટ્સ
બાર રૂમના સ્ટાફ સુલતાનભાઇ ભંભવાણી તથા જીતેન્દ્રભાઈ ભાટીનો સહયોગ સાંપડ્યો હતો.