ભુજ, તા. 15 : ક્રેડિટ
કાર્ડની લિમિટ વધારવા અને રિવોર્ડ્સ માટેની લિંક મોકલી ક્રેડિટ કાર્ડમાંથી રૂા. 60,942ની
ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. ભુજના ઉપાસના કાંતિભાઈ ગોરે આજે એ-ડિવિઝન
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 12/11ના તેમને ફોન આવ્યો હતો અને બેન્કમાંથી
વાત કરતા હોવાનું જણાવી કાર્ડ લિમિટ વધારી શકો છો અને કાર્ડમાં રિવોર્ડસ પડયા છે. જે
રિડિમ કરવાની બાકી છે. આથી ફરિયાદી વિશ્વાસમાં આવી ગયા હતા. આ બાદ મોકલાવી લિંક અને
ખોલ્યા બાદ આવેલા ઓટીપી નાખતા ફોન હેંગ થઈ ગયો હતો અને આ દરમ્યાન તેમના ક્રેડિટ કાર્ડમાંથી
રૂા. 68,942 ઉપડી
ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.