• સોમવાર, 16 નવેમ્બર, 2026

ન્યૂઝીલેન્ડ સામે મેચમાં કેચ છૂટતા સિરાજ ઈશાન કિશન પર ભડક્યો

નવી દિલ્હી, તા. 15 : ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને અંતિમ વન-ડે મેચમાં ભારતે 22 રને રોમાંચક વિજય મેળવી શ્રેણી 3-1થી પોતાના નામે કરી લીધી છે. જોકે, આ હાઈ-વોલ્ટેજ મુકાબલા દરમિયાન મેદાન પર એક એવી ક્ષણ પણ જોવા મળી જ્યારે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે પોતાનો મિજાજ ગુમાવ્યો અને વિકેટકીપર ઈશાન કિશન પર જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમ ન્યૂઝીલેન્ડની ઈનિંગ્સની 46મી ઓવરમાં બન્યો હતો. 209 રનના સામાન્ય સ્કોરનો બચાવ કરી રહેલી ભારતીય ટીમ માટે અંતિમ ઓવરોમાં દરેક રન અને વિકેટ અત્યંત કિંમતી હતી. સિરાજના શાનદાર બોલ પર કીવી બેટ્સમેન બ્લેર ટિકનરના બેટની બહારની કિનારી અડીને બોલ વિકેટકીપરની બાજુમાંથી સીધો બાઉન્ડ્રી પાર ચાર રન માટે જતો રહ્યો હતો. બોલને બાઉન્ડ્રી બહાર જતો જોઈ સિરાજ અત્યંત ગુસ્સે ભરાયો હતો. તેનું માનવું હતું કે જો વિકેટકીપર ઈશાન કિશન પોતાની સામાન્ય પોઝિશન પર ઊભો હોત, તો આ કેચ સરળતાથી ઝડપી શકાયો હોત. સિરાજે પિચ પરથી જ ઈશાન તરફ ગુસ્સાભર્યા ઈશારા કરી પોતાની અકળામણ ઠાલવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd