• સોમવાર, 16 નવેમ્બર, 2026

ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ફૂટબોલ ટીમનો 3-0થી પરાજય

નવી દિલ્હી, તા. 15 : ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાયેલી બીજી આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડે ભારતીય પુરુષ ફૂટબોલ ટીમને 3-0થી પરાજય આપ્યો હતો. આ હાર સાથે મુખ્ય કોચ ખાલિદ જમીલના પ્રથમ વર્ષમાં ભારતનો રેકોર્ડ અત્યંત નિરાશાજનક રહ્યો છે, ટીમ આઠમાંથી માત્ર એક જ મેચ (હોંગકોંગ સામે) જીતી શકી છે. ફિફા રેન્કિગમાં પોતાનાથી 50 સ્થાન ઉપર રહેલા ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ મેચમાં 5-0ની શરમજનક હાર બાદ ભારતે આ મેચમાં પાંચ ડિફેન્ડરોની રણનીતિ અપનાવી હતી. શરૂઆતની 20 મિનિટ સુધી ભારતીય ડિફેન્સે યજમાન ટીમને ખાળી રાખી હતી, પરંતુ કોર્નર કિક પર બે ગોલ ગુમાવવા કોચ જમીલ માટે ચિંતાનો વિષય બન્યા છે. 22મી મિનિટે ગોલકીપર વિશાલ કૈથની ભૂલનો ફાયદો ઉઠાવી ફિન સુરમને હેડર દ્વારા ન્યૂઝીલેન્ડને 1-0ની સરસાઈ અપાવી હતી. પ્રથમ હાફના અંતિમ તબક્કામાં ભારતની લય વિખેરાઈ ગઈ હતી. 40મી મિનિટે શોર્ટ કોર્નર પર જેમ્સ મેકગારીએ શાનદાર ગોલ કરી સ્કોર 2-0 કર્યો, જ્યારે બે જ મિનિટ બાદ 42મી મિનિટે ન્યૂઝીલેન્ડના કેપ્ટન ક્રિસ વૂડે ગોલ ફટકારી સરસાઈ 3-0 પર પહોંચાડી દીધી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd