• સોમવાર, 16 નવેમ્બર, 2026

સુરેન્દ્રનગરનો મોહિત જામનગરમાં જાડેજાના કોચ પાસે તાલીમ મેળવે છે

રાજકોટ, તા. 14 : અંડર-19 એશિયા કપ ફાઈનલમાં 252 રનમાં 8 વિકેટ પડયા બાદ 26 બોલમાં અણનમ 49 રન ફટકારી ભારતને 9મી વખત ચેમ્પિયન બનાવનાર 18 વર્ષીય મોહિત ઉલ્વા સૌરાષ્ટ્રનો ક્રિકેટર સુરેન્દ્રનગરમાં જન્મેલા મોહિતે ટેનિસ બોલથી શરૂઆત કર્યા બાદ જામનગરમાં રવીન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી તાલીમ લીધી હતી અને જયદેવ ઉનડકર પાસેથી સ્લોઅર બાઉન્સરની કળા શીખી હતી. ઉલ્વા જમણા હાથનો મધ્યમ ગતિનો ફાસ્ટ બોલર અને જમણા હાથનો બેટ્સમેન છે, જે સૌરાષ્ટ્રની એજ-ગ્રુપ સિસ્ટમમાંથી આગળ વધીને ભારતની અંડર-19 ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સમાં ફરજ બજાવતા તેના પિતાએ જ મોહિતને એક ઔપચારિક એકેડેમીમાં તાલીમ લેવા માટે પ્રેરિત કર્યો હતો. મોહિતે જણાવ્યું હતું કે, તેના પિતાને હંમેશાં ક્રિકેટમાં રસ હતો અને બાળપણમાં તેણે મોહિતમાં કેટલીક ખાસ ખૂબીઓ જોઈ હતી, જ્યારે મોહિતે હસતા-હસતા કબૂલ્યું હતું કે શરૂઆતમાં તે ફક્ત ભણવાથી બચવા માટે ક્રિકેટ રમવા તૈયાર થયો હતો. મોહિતને શરૂઆતમાં એક ઓફ સ્પિનર તરીકે શરૂઆત કરી હતી, પરંતુ તે પાતળો હોવાથી અને સારી દોડ લગાવતો હોવાથી કોચ ચૌહાણે તેને ફાસ્ટ બોલિંગ અજમાવવાની સલાહ આપી અને તે ધીમે-ધીમે એક સફળ ફાસ્ટ બોલર બની ગયો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd