• સોમવાર, 16 નવેમ્બર, 2026

આઈપીએલ બજારમાં ગરમાવો

મુંબઈ, તા.14: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલા રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મોટી ટ્રેડ ડીલને લઈને ચર્ચાઓ તેજ બની છે. જેમાં શમી અને સિદ્ધાર્થ રાજસ્થાનની ટીમમાં જાય જ્યારે સેમ કરન લખનૌમાં જોડાય તેવી વકી છે. રાજસ્થાનની ટીમ પોતાના ઓલરાઉન્ડર સેમ કરનના બદલે લખનૌના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને સામેલ કરવા માગે છે. આ ડીલમાં લખનૌના લેફ્ટ-આર્મ સ્પિનર એમ. સિદ્ધાર્થનું નામ પણ સામેલ છે. ખેલાડીઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે અને હાલ સત્તાવાર કાગળની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત, બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને લઈને પણ વાટાઘાટો ચાલી રહી છે. લખનૌની ટીમ જયસ્વાલને પોતાની સાથે જોડવા ઉત્સુક છે, જેનાથી તેમને સારા ઓપનરની સાથે ભવિષ્યના ભારતીય કેપ્ટનનો મજબૂત વિકલ્પ પણ મળી શકે છે. જોકે, રાજસ્થાને જયસ્વાલના બદલામાં લખનૌ પાસે વધુ એક ભારતીય બોલરની માંગણી મૂકી હોવાથી હજુ સુધી અંતિમ સહમતિ સધાઈ શકી નથી. રાજસ્થાન માટે ઝડપી બાલિંગ વિભાગ ચિંતાનો વિષય રહ્યો છે. જોફ્રા આર્ચર સિવાય સંદીપ શર્મા, તુષાર દેશપાંડે, ક્વેના મફાકા અને નાન્દ્રે બર્ગર જેવા બોલરો અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી. તેથી શમીનો અનુભવ રાજસ્થાનની બાલિંગને મજબૂતી આપશે. બીજી તરફ, સેમ કરનના આગમનથી લખનૌને એક બેલેન્સ્ડ ફાસ્ટ બાલિંગ ઓલરાઉન્ડર મળશે, જે બાટિંગ અને બાલિંગ બંનેમાં ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd