નવી દિલ્હી, તા. 14 : ભારતની સ્થાનિક ટી20 ટૂર્નામેન્ટ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની નવી સિઝનનો આજથી પ્રારંભ થયો છે. જેમાં વૈભવ સૂર્યવંશીએ
ટી20 ક્રિકેટના
ઈતિહાસમાં સૌથી યુવા કેપ્ટન બનવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઈન્દોરના
હોલ્કર સ્ટેડિયમમાં બિહાર અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ હતી. વૈભવ 15 વર્ષ
અને 232 દિવસની
ઉંમરે બિહારની કેપ્ટનશિપ કરી છે. આ સાથે જ તે આ ફોર્મેટમાં અત્યાર સુધીનો સૌથી યુવા
કેપ્ટન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ક્રોએશિયાના જેક વુકુસિકના નામે હતો. તેણે 7 ઓગસ્ટ, 2025ના
રોજ સાયપ્રસ સામે 17 વર્ષ અને 311 દિવસની ઉંમરે પોતાની ટીમની કેપ્ટનશિપ
કરી હતી.