મુંબઇ, તા. 14 : ભારતીય
ટી20 ટીમના
પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દમદાર બાટિંગ કરી. હૈદરાબાદ
સામે કોલકાતામાં રમાયેલા આ મુકાબલામાં સૂર્યકુમારે માત્ર 15 બોલમાં
અડધી સદી ફટકારી હતી. મુંબઈએ આ મુકાબલો સાત વિકેટે પોતાના નામે કર્યો. હૈદરાબાદે પ્રથમ
બાટિંગ કરતા 20 ઓવરમાં
172 રન
બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 13.1 ઓવરમાં ત્રણ વિકેટે 174 રન
બનાવીને મેચ પોતાના નામે કરી લીધી. સૂર્યકુમાર ચોથા નંબર પર બાટિંગ કરવા ઉતર્યો હતો.
તેણે 21 બોલમાં
છ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 60 રન બનાવ્યા હતા.