• સોમવાર, 16 નવેમ્બર, 2026

દાયકાઓ બાદ 84 વર્ષીય પૂર્વ ફૂટબોલર અરુમૈનાયગમને અર્જુન એવોર્ડ

નવી દિલ્હી. તા. 14 : ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગના દિગ્ગજ ખેલાડી રહેલા કર્ણાટકના 84 વર્ષીય ઇજાયા અરુમૈનાયગમને આખરે એ સન્માન મળી ગયું છે, જેના તેઓ દાયકાઓથી હકદાર હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને પ્રતિષ્ઠિત `લાઈફટાઈમ અચિવમેન્ટ અર્જુન એવોર્ડ'થી નવાજવામાં આવ્યા હતા. પરિવાર માટે આ ગર્વની ક્ષણ હોવા છતાં તેમાં ભાવુક કરી દેનારી પીડા પણ છુપાયેલી છે. વધતી ઉંમર અને ડિમેન્શિયાની બીમારી સામે ઝઝૂમી રહેલા અરુમૈનાયગમ જીવનના આ સૌથી મોટા સન્માનને ન તો પૂરી રીતે સમજી શકે છે કે ન તો લાંબો સમય યાદ રાખી શકે છે. તેમના પુત્ર ડેનિસ ક્રિસ્ટોફરે ભાવુક થતા જણાવ્યું હતું કે, આ સન્માન ઘણું વહેલું મળવું જોઈતું હતું. પિતાજીએ એવોર્ડ સ્વીકાર્યું તો છે, પરંતુ યાદશક્તિ નબળી હોવાથી બીજી જ ક્ષણે ભૂલી જાય છે કે તેમને આટલું મોટું રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. અરુમૈનાયગમ 1962ની જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ઐતિહાસિક ભારતીય ટીમનો હિસ્સો હતા. આ ઉપરાંત, તેઓ 1964ના એએફસી એશિયન કપની રનર-અપ ટીમ અને 1966-67ના મર્ડેકા કપમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ઘરેલુ ફૂટબોલમાં મોહન બાગાન તરફથી રમતા તેમણે 1962થી 1965 સુધી સતત 4 વખત કલકત્તા ફૂટબોલ લીગ, સતત 3 વખત ડ્યુરાન્ડ કપ (1963-65), 3 વખત આઈએફએ શીલ્ડ અને 1966માં રોવર્સ કપ જીતીને ટ્રોફીઓનો ખડકલો કર્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd