• સોમવાર, 16 નવેમ્બર, 2026

એશિયા કપમાં યાદગાર જીત બદલ યુવા ટીમને ઠેર-ઠેરથી શુભકામના

નવી દિલ્હી, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ઓપનર વીરેન્દ્ર સેહવાગ, રાજકરણી અને ખેલાડીઓએ અલ અમીરાતમાં એશિયાકપ ફાઈનલમાં પાકિસ્તાન સામે એક વિકેટથી રોમાંચક જીત બદલ ભારતની અંડર-19 ટીમને અભિનંદન આપ્યા હતા. મોહિત ઉલ્વાએ છેલ્લા દડે બાઉન્ડરી ફટકારીને મેચ જીતી હતી અને ભારતે નવમું ટાઈટલ જીવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ અભિનંદન આપતાં `એક્સ' પર લખ્યું હતું કે, ભારતીય ક્રિકેટ માટે ઉત્કૃષ્ટ દિવસ. આજના પ્રભાવશાળી પ્રદર્શન અને પુરુષોનો અંડર-19 એશિયા કપ-2026 જીતવા બદલ આપણા યુવા ક્રિકેટરો પર ખૂબ ગર્વ છે. તેમની સફળતા ઘણા યુવાનોને પ્રેરણા આપશે. ટીમને તેમના આગળના પ્રયાસો માટે શુભકામના. સેહવાગે લક્ષ્યના 80, આર્યવીરના 58 અને મનલ ચૌહાણ તથા મોહિત ઉલ્વાના પ્રદર્શન પર ગર્વ હોવાનું કહી સોશિયલ મીડિયા પર શુભકામના આપી હતી. આર્યવીરને ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયો હતો. સૌરવ ગાંગુલીએ આ માટે યુવા બેટસમેનની સાતત્યતા માટે પ્રશંસા કરી હતી. ટીમના દરેક સભ્યને શાબાશ... શાનદાર પ્રદર્શન કરી વીરુને ગર્વ હોવો જોઈએ તેમ જણાવ્યું હતું. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટીમનો વાસ્તવિક લડાયક સ્વભાવ હોવાનું જણાવી રમત જોવાની મજા આવે છે તેમ કહ્યું હતું, તો ભૂતપૂર્વ બેટસમેન દિનેશ કાર્તિકે કહ્યું હતું કે, આ જીતથી સાબિત થયું કે, ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd