દશેરા નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા શિણાય
હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના આ પાવન અવસરે પરંપરાગત
અને ઉત્સાહભેર માહોલમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પોલીસબેડામાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રોની
પૂજા કરાઈ હતી. આ પ્રસંગે એલ.સી.બી. પીઆઈ, એસ.ઓ.જી. પીઆઈ, હેડ ક્વાર્ટર
પીઆઈ, નેત્રમ શાખાના પીએસઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ
ઉપસ્થિત રહીને દશેરા પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા અને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી
હતી, જ્યારે પશ્ચિમ કચ્છમાં ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક ગૌતમ વિવેકાનંદન
અને નાયબ પોલીસ અધીક્ષક ડો. વિશ્વા શાહ સહિતનાએ પોલીસ હેડકવાર્ટર ખાતે શાત્રોક્ત વિધિથી
શત્ર પૂજન કરી પોલીસ કર્મચારીઓને દશેરા પર્વની શુભેચ્છા પાઠવી હતી.