• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ચેક પરત કેસમાં આરોપીને એક વર્ષની સજા

ભુજ, તા. 20 : ચેક પરત ફરવાના કેસમાં આરોપી સુથાર પ્રદીપકુમાર ભીમજીને એક વર્ષની સજાનો હુકમ કોર્ટે આપ્યો છે. ફરિયાદી ઉમંગ દિનેશભાઇ ઠક્કર (દાવડા) તથા આરોપી સુથાર પ્રદીપકુમાર ભીમજી વચ્ચે મિત્રતા હોઇ ફરિયાદી પાસેથી રૂા. 14 લાખ લીધા હતા, જે અંગેનો આપેલો ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરતાં દાખલ થયેલા કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ અને વળતર રૂા. 1.40 લાખ એમ કુલ્લ રૂા. 15,40,000 ફરિયાદીને વળતર પેટે છ માસમાં ચૂકવવા અને વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ બે માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદ પક્ષે ધારાશાત્રી કે. પી. ગઢવી હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd