• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

મુંદરાના ચકચારી ખૂની ખેલમાં હથિયારો-વાહનો કબજે

ભુજ, તા. 20 : ગઇકાલે સાંજે મુંદરાના ચકચારી ખૂની ખેલમાં પોલીસે હત્યામાં વપરાયેલાં હથિયારો તથા બે વહાન કબજે લીધાં છે. આ પ્રકરણમાં બંને તરફે હત્યાની ફરિયાદો નોંધાઇ છે. ગઇકાલે સાંજે અનૈતિક પ્રેમસંબંધની શંકામાં થયેલી હિંસક અથડામણમાં મુંદરાના જયપાલસિંહ બહાદુરસિંહ સરવૈયા (42) અને આદિપુરના પ્રકાશ દયારામ ગજ્જર (સુથાર)નું મોત નીપજ્યું હતું. જ્યારે વિજય ઉર્ફે શંકર ખેરાજ ગઢવી ઘાયલ થતાં હાલે હોસ્પિટલમાં સારવાર તળે છે. આ ચર્ચાસ્પદ બનાવ અંગે મૃતક જયપાલસિંહના ભાઇ હરદેવસિંહે આરોપી વિજય અને પ્રકાશ વિરુદ્ધ, જ્યારે વિજય ઉર્ફે શંકરે આરોપી જયપાલસિંહ (મૃતક) વિરુદ્ધ હત્યા અંગેની મુંદરા પોલીસ મથકે વિગતે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે બંને હત્યા અંગેના ગુના નોંધી તપાસ હાથ ધરી છે. તપાસકર્તા મુંદરાના પીઆઇ એમ. આર. શકરોરિયાનો સંપર્ક કરતાં આ હત્યા પ્રકરણમાં વપરાયેલાં હથિયાર છરી-ચપ્પુ તથા બે વાહન સ્પલેન્ડર અને સ્કૂટર-જ્યુપિટર કબજે લેવાયા છે. આ ઉપરાંત વિવિધ દિશામાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd