ગઢશીશા (તા. માંડવી), તા. 18 : આ વિસ્તારના
હજારો છાત્રોનાં ભવિષ્યનું નિર્માણ કરનારી બાઈ મમીબાઈ ભાણજી જાદવજી અને હીરજી કેશવજી
પૂંજાણી હાઈસ્કૂલનું નિર્માણ અંદાજિત પાંચથી છ દાયકા પૂર્વે કરવામાં આવ્યું હતું. હાલમાં
આ ઈમારત એકદમ જર્જરિત થતાં તેને ધ્વંશ કરી અને આ જ જગ્યાએ નવા અને આધુનિક ભવનનું નિર્માણ
કરાય તેવો સંકલ્પ ગઢશીશા હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ છાત્રોએ લીધો હતો. આ મુદ્દે ગઢશીશા તથા મુંબઈ ખાતે મિટિંગનો દોર પ્રારંભ
કરાયો અને આ સંકલ્પ ફળીભૂત થાય તે માટે શાળાના પૂર્વ છાત્ર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી
મંડળના પ્રમુખ મૂળ રાજપરના કાંતિલાલ નારાણ સેંઘાણી દ્વારા માતા નાનબાઈ નારાણ સેંઘાણી
- નામકરણ માટે માતબર રકમ જાહેર કરી શ્રીગણેશ કર્યા છે, તો અન્યા દાતાઓ તથા પૂર્વ છાત્રો દ્વારા વર્ગખંડ,
વાંચનાલય, આચાર્ય ખંડ, ટ્રસ્ટી
ખંડ, મિટિંગ રૂમ, વારિગૃહ, પેન્ટ્રીરૂમ વિગેરે પ્રકલ્પો માટે પણ નામો જાહેર કરી સંસ્થાનું ઋણ ચૂકવવા માટે
તત્પરતા દાખવી હતી અને નામો પણ જાહેર કરવામાં આવ્યાં છે. આ ઈમારતનું ભૂમિપૂજન દાતા
ડો. મગનભાઈ લાલજી રામાણી (આઈ સર્જન) ભુજ પરિવાર દ્વારા શાત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં
આવ્યું છે અને સત્વરે આ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે માટે સમગ્ર ટ્રસ્ટી મંડળ
તથા ભૂતપૂર્વ છાત્રો સક્રિય બન્યા છે. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં અંબાજી મંદિરના
પૂ. ચંદુમાએ આશીર્વચન પાઠવતાં બાળકોને શિક્ષિત બનાવવા પર ભાર મૂક્યો હતો. તો વિસ્તારના
ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા વિદ્યામંદિરનાં નિર્માણકાર્યમાં
શાળાના તમામ પૂર્વ છાત્રોનું અુનદાન જરૂરી ગણાવી માતૃ સંસ્થાનું ઋણ ચૂકવવા ભાર મૂકતાં ગઢશીશા પંથકને આર્ટસ, કોમર્સ
અને સાયન્સ વિભાગની કોલેજ પ્રાપ્ત થવા સાથે તેમાં કૃષિ અને પશુપાલન આધારિત અભ્યાસક્રમો
ઉપલબ્ધ બને તેવા પણ પ્રયાસો હાથ ધરાશે તેમ ઉમેર્યું હતું. વિકાસ સમિતિના પ્રમુખ સોહિતભાઈ દેઢિયાએ વિકાસ સમિતિ
દ્વારા થયેલી તમામ કામગીરીથી લોકોને અવગત કર્યા હતા. છેલ્લા લાંબા સમયથી વિકાસ સમિતિનું
વહીવટી કાર્ય સંભાળનાર સેવાનિવૃત્ત થતાં પૂર્વ શિક્ષક નરેન્દ્રભાઈ ત્ર્યંબકલાલ આચાર્યનું
વિકાસ સમિતિ તથા સંસ્થા વતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે વિશેષ સન્માન કરાયું
હતું. શાળાના પૂર્વ આચાર્ય રેખાબેન દવે દ્વારા શાળા-હાઈસ્કૂલના ઈતિહાસની વાતોથી પૂર્વ
છાત્રો-ગ્રામજનોને અવગત કર્યા હતા. કાર્યક્રમમાં સરપંચ કોમલબેન ગોસ્વામી, જિ.પં. સદસ્ય પ્રતિનિધિ જીવરાજભાઈ ગઢવી, તા.પં. સદસ્યો
અંકિતગિરિ ગોસ્વામી, પાલાભાઈ રબારી, કારોબારી
ચેરમેન બળુભા જાડેજા, શંકરભાઈ આહીર, ભરતભાઈ
વેકરિયા, એપીએમસી ચેરમેન ભાઈલાલભાઈ છાભૈયા, ખુશીબેન ચોથાણી (તા. ભાજપ મંત્રી), ગઢશીશા વિસ્તાર પાટીદાર
સમાજ પ્રમુખ સામજીભાઈ નાકરાણી, જૈન અગ્રણી વિશનજીભાઈ દેઢિયા,
વિકાસ સમિતિ પ્રમુખ સોહિતભાઈ દેઢિયા, ઉપપ્રમુખ
કેશુભાઈ પારસિયા, પૂર્વ કારોબારી ચેરમેન હરેશભાઈ રંગાણી વિગેરે મંચ પર રહ્યા હતા. જાકબ માંજોઠી,
અરવિંદભઈ ચોથાણી, સી.એ. જિજ્ઞેશભાઈ દેઢિયાએ પણ
હાઈસ્કૂલ નિર્માણકાર્ય માટે સંસ્થા તથા પૂર્વ છાત્રો વચ્ચે સતત સમન્વય જળવાઈ રહે તે
માટે કાર્યરત રહેવા સૂચનો કર્યાં હતાં. કાર્યક્રમમાં ડો. રમણીકભાઈ પટેલ, ડો. નવિનભાઈ પટેલ, ડો. જોગેશભાઈ સચદે, ડો. પરસોત્તમભાઈ લાલાણી, ડો. વી.ડી. પટેલ, હાઈસ્કૂલના આચાર્ય ગોવિંદરામ કાપડી, મહેન્દ્રભાઈ દેઢિયા,
રમેશભાઈ મિત્રી, બટુકસિંહ જાડેજા, હાજી સુલેમાન મેમણ, રાજુભાઈ ઉકાણી, કેશવજી રોસિયા (પૂર્વ સદસ્ય જિ.પં.), ચંદુલાલ વાડિયા
(પૂર્વ પ્રમુખ તા.પં.), વસંતભાઈ રંગાણી, સુરેશભાઈ માકાણી, કાંતિભાઈ રંગાણી, મોહનભાઈ પરવાડિયા, જયેશભાઈ વ્યાસ, પરષોત્તમભાઈ વાસાણી, રાજુભાઈ ગોસ્વામી, રાજુભા જાડેજા, ધર્મેન્દ્ર સોની, વીનેશ ગોસ્વામી, ભરત ગોહિલ, અબ્દુલભાઈ
રાયમા, હાજી અદ્રેમાન ખલીફા, હાજી ગનીભાઈ
મેમણ, કાનજીભાઈ નારાણ સંગાર, જગદીશભાઈ ભગત,
કલ્પેશ ઠક્કર (એડવોકેટ), ખુમાનસિંહ જાડેજા (સરપંચ-પોલડિયા),
પ્રણવ દવે, મણિલાલ ધોળુ, લખમશીભાઈ સેંઘાણી, બાબુભાઈ સેંઘાણી (રાજપર), અમૃતભાઈ અરજણ રંગાણી (ગઢશીશા), કાંતિભાઈ રંગાણી (ગઢશીશા),
જાકબ માંજોઠી તથા તમામ શૈક્ષણિક સંસ્થાના આચાર્યો-પ્રતિનિધિઓ,
પૂંજાણી પરિવારના સભ્યો પણ સહભાગી બન્યા હતા. આયોજનમાં હરેશભાઈ રંગાણી,
આચાર્ય ગોવિંદામ કાપડી, નીલભાઈ જોશી, અંકુર જોશી તથા હાઈસ્કૂલનો સ્ટાફ જોડાયો હતો. સંચાલન મહેન્દ્ર શાંતિલાલ રામાણી
તથા આભારવિધિ કીર્તિભાઈ ઠક્કર દ્વારા કરાયા હતા .- તળાવ પૂરી શાળાનું નિર્માણ
કરાયું... : સમગ્ર ગઢશીશા પંથકમાં શિક્ષકની જ્યોત પ્રજ્વલિત
કરી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પૂર્વ આચાર્ય અને શિક્ષણવિદ્ રમેશભાઈ દવે પણ આ કાર્યક્રમમાં
ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ઈતિહાસ વિશે જાણીએ તો હાલમાં જ્યાં શાળાનું વિશાળ પરિસર
છે ત્યાં તળાવ હતું અને વર્ષો પૂર્વે શિક્ષકો તથા પૂર્વ છાત્રોએ તળાવ પૂરી શાળા-હાઈસ્કૂલનું
નિર્માણ કર્યું તથા અહીં અભ્યાસ સાથે સંસ્કારોનું સિંચન કરી હજારો છાત્રોએ ઉચ્ચ શિક્ષાણ
મેળવી સારી કારકિર્દીનું નિર્માણ કર્યું. નવા ભવન નિર્માણ માટે રાજીપો વ્યક્ત કર્યો
હતો. - મતદાન પોતાનાં
ગામમાં કરો : અનિરુદ્ધભાઈ દવે : અહીં મુંબઈ તથા જિલ્લા બહારથી આવેલ ગઢશીશા
વિસ્તારના લોકોને પોતાનો મતાધિકાર પોતાના માદરે વતન મૂળ ગામમાં ઉપયોગ કરવા ભાર મૂક્યો
હતો. જેથી તેમના મતો નિર્ણાયક બની રહે તેવું સૂચન કર્યું હતું.