• રવિવાર, 19 જુલાઈ, 2026

ડીપીએ ગ્રીન પહેલ, કાર્ગો હેન્ડલિંગમાં નવી ઊંચાઈ હાંસલ કરશે

ગાંધીધામ, તા. 18 : કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રીએ આજે  કંડલા પોર્ટની મુલાકાત લઈ પોર્ટના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી હતી. તેમણે પોર્ટના વિવિધ પ્રોજેક્ટોને બિરદાવી  હરિત ઊર્જાનાં ઉત્પાદનમાં ડીપીએ અગ્રેસર બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.   કેન્દ્રીય  શિપિંગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે હિતધારકોની બેઠકની અધ્યક્ષતા કરી હતી.  તેમણે બંદર વહીવટીતંત્ર અને દરિયાઈ વેપાર સમુદાય વચ્ચેના સામૂહિક પ્રયાસો અને સંકલનને બિરદાવ્યું હતું અને તેના થકી દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભારતના અગ્રણી મુખ્ય બંદરોમાંના એક તરીકે સતત તેનું સ્થાન જાળવી શકી હોવાનું ઉમેર્યું હતું. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન  દેશનાં મુખ્ય બંદર સત્તાવાળાઓમાં સૌથી ઝડપી સમયમાં 50 મિલિયન મેટ્રિક ટન  કાર્ગો હેન્ડાલિંગનો આંકડો પાર કરવાની તાજેતરની સીમાચિહ્નરૂપ સિદ્ધિની પણ નોંધ લીધી, તેમણે ડીપીએની પહેલ અને હિસ્સેદારો, બંદર કર્મચારીઓ, કામદારોના વિસ્તૃત સહકારને બિરદાવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં જ પોર્ટ ગ્રીન પહેલ અને ગતિશીલતાનાં ક્ષેત્રમાં કાર્ગોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે તેવી  આશા વ્યક્ત કરી હતી. આરંભમાં પ્રશાસનિક કચેરી ખાતે સીઆઈએસએફ  દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.  રાજ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડાધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા  ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, સુરેન્દ્રાસિંહ, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘઉપાધ્યક્ષ  નિલાભ્રદાસ ગુપ્તા અને પોર્ટના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. પોર્ટ વપરાશકારો સાથેની બેઠકમાં બંદર વપરાશકર્તાઓ, વેપાર સંગઠનો, ટર્મિનલ ઓપરેટરો, શાપિંગ એજન્ટો, સ્ટીવેડોર્સ અને અન્ય હિસ્સેદારો સહિત બંદર સમુદાયના પ્રતિનિધિઓ  જોડાયા હતા. 

Panchang

dd