• રવિવાર, 19 જુલાઈ, 2026

કોટાયાની સીમ અને વીજપાસરમાં જુગારના દરોડા : સાત ઝડપાયા; પાંચ નાસ્યા

ભુજ, તા. 18 : ગઇકાલે માંડવી તાલુકાના કોટાયાની સીમમાં અને આજે નખત્રાણા તાલુકાના વીજપાસરમાં ધાણીપાસા વડે ચાલતા જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા. ગઇકાલે રાતે એલસીબીએ બાતમીના પગલે માંડવીના કોટાયાની પશ્ચિમ બાજુ આનંદેશ્વર મંદિર તરફ જતા કાચા રસ્તે કોટાયા-ડુમરાની સીમમાં બાવળની ઝાડીમાં ધાણીપાસા વડે જુગાર રમતા કરશન ભીમશી ગઢવી, ભાવેશ નારાણભાઇ ગઢવી (રહે. બંને કોટાયા) તથા વસીમ અદ્રેમાન ચાકી (રહે. ટોડિયા, તા. નખત્રાણા)ને ઝડપી લીધા હતા, જ્યારે સતાર હિંગોરજા (રહે. નખત્રાણા, મૂળ બાલાપર), અનવર ઉર્ફે અનુ કુંભાર (રહે. સુખપર રોહા), ચંદુ રતન ગઢવી (કોટાયા), કરણસિંહ (રહે. સુખપર-રોહા, જેને સતાર લઇ આવ્યો) અને ફકીર દરાડ (રહે. સાભરાઇ, તા. માંડવી) નાસી છૂટયા હતા. કરશન બહારથી ખેલીઓને બોલાવી જુગાર રમાડતો હતો. આ દરોડામાં રોકડા રૂા. 42,000, એક મોબાઇલ કિં. રૂા. 5000 તથા બે બાઇક કિં. રૂા. 30000 એમ કુલ રૂા. 77000નો મુદ્દામાલ જપ્ત કરી કોઠારા પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો. જ્યારે આજે બપોરે નખત્રાણા તાલુકાના વીજપાસરમાં નિશાળની બાજુમાં આવેલા મંદિરની પાછળ વડના ઝાડ નીચે ધાણીપાસા વડે જુગાર રમતા હરિલાલ જખુ ધરડા, મનજી જખુ ધરડા, જયંતીલાલ હરિલાલ ધરડા (રહે. ત્રણે વીજપાસર) અને ઇશ્વર પચાણ ચાવડા (રહે. સુખપર-રોહા)ને રોકડા રૂા. 10,700 તથા ત્રણ મોબાઇલ કિં. રૂા. 8700 એમ કુલ રૂા. 19,400ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd