ભુજ, તા. 13 : શહેરમાં ગઈકાલે રાતે મટકાના આંકડાનો જુગાર
રમી-રમાડતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. ગઈકાલે રાતે 8.30 વાગ્યાના
અરસામાં મોટા બંધ પાસે જાહેરમાં લોકો પાસેથી શ્રીદેવી નાઈટ બજારના વરલી મટકાના આંક
ફરકના આંકડાનો જુગાર રમી-રમાડતા અક્ષય દિલીપભાઈ ભાટિયા (રહે. ભાનુશાલીનગર, ભુજ)ને રોકડા રૂા. 780 તથા બોલપેન-ડાયરી સાથે
એ-ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.