ગાંધીધામ, તા. 13 : શહેરની ભાગોળે એક પાર્કિંગ પ્લોટ બહાર જાહેરમાં
જુગાર રમતા સાત શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 20,910 જપ્ત
કર્યા હતા. શહેરની ભાગોળે જીનામ પાર્કિંગ પાસે આહીર પ્લોટ ટિમ્બરની બહાર ખુલ્લી
જગ્યામાં ગત મોડીરાત્રે અમુક પરપ્રાંતિય શખ્સ જુગાર રમી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી મેનુલ દિલહારઅલી હક, યુસુફઅલી ગુલઝારઅલી, રેમ્યુલ ઓપીઅલી શેખ, અઝરૂલ ઓપીઅલી શેખ, હુસેન નૂરમામદ અલી, સંજત મુઝીબર રહેમાનઅલી, પીંકાગ નિઝમ બુદના નામના
ખેલીઓની ધરપકડ કરી હતી. જુગાર રમતા પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 20,910 હસ્તગત
કર્યા હતા.