ભુજ, તા. 13 : અલગ-અલગ રાજ્યોમાંથી ઓનલાઈન છેતરપિંડીનાં નાણાં
કચ્છના વિવિધ બેન્ક ખાતામાં આવતાં ફરિયાદો દાખલ થાય છે, ત્યારે વધુ એક આવી ફરિયાદ નોંધાઈ છે. ભુજના બી-ડિવિઝન પોલીસ મથકે આજે
પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ મ્યુલ એકાઉન્ટની તપાસણી દરમ્યાન કે.ડી.સી.સી.
બેન્કના એકાઉન્ટ નં. 191001057450માં ગત તા. 3/6/25થી આજ
દિન સુધી દેશના અલગ-અલગ રાજ્યોમાં થયેલી ઓનલાઈન છેતરપિંડીનાં નાણાં કુલ રૂા. 15,16,626 આવ્યા
હતા. આથી આ એકાઉન્ટના ધારક અને તપાસમાં જે ખૂલે તેની સામે ફરિયાદ નોંધાઈ છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં પણ આવી જ એક ફરિયાદ પણ
કે.ડી.સી.સી. બેન્કના ખાતાધારક વિરુદ્ધ નોંધાઈ હતી. તપાસના પગલે આવનારા દિવસો આવી
વધુ ફરિયાદો નોંધાશે તેવો ગણગણાટ શરૂ થયો છે.