એટલાન્ટા, તા. 13: ફીફા વર્લ્ડ કપની બીજી સેમિ ફાઇનલ મેચ વર્તમાન
વિજેતા આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારતીય સમય અનુસાર બુધવારે રાત્રે 12-30થી
શરૂ થશે. મેચની પૂર્વ સંધ્યાએ આયોજિત પત્રકાર પરિષદમાં આર્જેન્ટિનાના કપ્તાન અને
સ્ટાર ખેલાડી મેસ્સીએ કહ્યું છે કે મારા માટે આ એક ખાસ મેચ છે. કારણ કે હું મારી
કેરિયરમાં પહેલીવાર ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેદાનમાં ઉતરીશ. ટીમ કેટલાક દબાણભરી મેચ
જીતી અહીં પહોંચી છે અને વિજયનો વિશ્વાસ ધરાવે છે. ફીફા વર્લ્ડ કપમાં હવે બે સેમિ
ફાઇનલ,
એક ત્રીજા સ્થાન માટેની મેચ અને અંતમાં એક ફાઇનલ મુકાબલો બાકી છે. આ
દરમિયાન ગોલ્ડન બૂટની રેસ વધુ રોમાંચક બની છે. હાલ મેસ્સી અને એમ્બાપે વચ્ચે સીધી
ટક્કર છે. ઈંગ્લેન્ડનો કપ્તાન હેરી કેન પણ પડકાર આપી રહ્યો છે. મેસ્સી અને
એમ્બાપેના ખાતામાં 8-8 ગોલ છે જ્યારે ઈંગ્લેન્ડના હેરી કેન અને જૂડ
બલિંગહામના નામે 6-6 ગોલ છે જ્યારે નોર્વેના અરલિંગ હાલેન્ડની 7 ગોલ
સાથે સફર સમાપ્ત થઇ ચૂકી છે.