• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ડીપીએ દ્વારા 22 કલાકમાં 38500 ટન બેન્ટોનાઈટ હેન્ડલ કરી રેકોર્ડ સ્થપાયો

ગાંધીધામ, તા. 9 : દેશના  તમામ  મહાબંદરોમાં પ્રથમ ક્રમે રહેલાં દીનદયાળ  પોર્ટ ઓથોરિટી દ્વારા કાર્ગો પરિવહનમાં વધુ એક સફળતા હાંસલ કરી છે. પોર્ટ દ્વારા ઓછા સમયમાં જહાજમાં માલ લોડિંગ કરીને કીર્તિમાન સ્થાપ્યો હતો.પોર્ટના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  તાજેતરમાં 22 કલાક અને 25 મિનિટમાં એમ.વી. બુઝારડ નામાનાં જહાજમાં 38,500 મેટ્રિક ટન  બેન્ટોનાઇટનું સફળ લાડિંગ કરાયું હતું. આ કામગીરીથી પોર્ટની ઓપરેશનલ સિદ્ધિઓની યાદીમાં વધુ એક સીમાચિહ્ન ઉમેર્યું છે. લાડિંગ કામગીરી ગત તા.2ના 4 વાગ્યે શરૂ થઈ હતી અને તા. 3ના બપોરે 2.30 વાગ્યે પૂર્ણ થઈ હતી, આ કાર્યવાહી પોર્ટની ઓપરેશનલ શ્રેષ્ઠતા, કાર્યક્ષમતા  અને વિશ્વ કક્ષાના કાર્ગો હેન્ડાલિંગ પ્રત્યે પોર્ટની પ્રતિબદ્ધતાને પ્રતાબિંબિત કરે છે. આ નોંધપાત્ર સિદ્ધિ તમામ હિતધારકો,   સ્ટીવડોર્સ તરીકે આશાપુરા સ્ટીવડોર્સ (આશાપુરા શાપિંગ ગ્રુપનું એકમ) , વેસલ એજેન્ટ  સ્પાર્ટન્સ મરીન સર્વિસીસ  મેસર્સ બાલાજી ઇન્ફ્રાપોર્ટ પ્રા. સંકલન દ્વારા આ સફળતા મળી હતી. કસ્ટમ હાઉસ એજેન્ટ તરીકે આશાપુરા ગ્રુપનું  એકમ, નિકાસકારો ગિમ્પક્સ  ઈમરીઝ, અને ભારત એબ્રેસિવ્સ હતા. આ રેકોર્ડ  ડીપીએની ઝડપી જહાજ ટર્નઅરાઉન્ડ, વેપાર માટે વિશ્વસનીય લોજિસ્ટિક્સ સહયોગ સુનિશ્ચિત કરવાની ક્ષમતાને વ્યાપક રીતે દર્શાવે છે. આ પ્રસંગે, ડીપીએના અધ્યક્ષ સુશીલકુમાર સિંઘે આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિને પૂર્ણ કરવામાં સામૂહિક પ્રયાસો બદલ તમામ હિસ્સેદારો, બંદર વપરાશકર્તાઓ, ટ્રેડ યુનિયનો, અધિકારીઓ, કર્મચારીઓ અને શ્રમિકોને અભિનંદન પાઠવ્યાં હતાં.  

Panchang

dd