• મંગળવાર, 09 જૂન, 2026

ઓસ્ટ્રેલિયા બાંગલાદેશમાં આજથી વન-ડે શ્રેણી રમશે

મેલબોર્ન, તા. 8 : બાંગાલદેશ સામેની ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમ જાહેર થઇ છે. જેની શરૂઆત આવતીકાલ 9 જૂનથી થવાની છે. ત્રણ વન ડેની શ્રેણીના તમામ મેચ મિરપુરમાં રમાશે. બે મેચ વિનર ખેલાડી મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડને ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમની બહાર રાખવાનો નિર્ણય પંસદગીકારોએ લીધો છે. ટ્રેવિસ હેડ બાંગલાદેશ સામેની ટી-20 શ્રેણી પણ રમશે નહીં. મિચેલ માર્શ ટીમ સાથે જ બાંગલાદેશ પ્રવાસે છે, પણ તે હજુ ઇજામાંથી બહાર આવી શકયો નથી. તે ટી-20 શ્રેણીમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. સ્પિનર ટોડ મર્ફી પહેલીવાર ઓસ્ટ્રેલિયાની લીમીટેડ ઓવર્સ ટીમમાં સામેલ થયો છે. યુવા બેટર ઓલિવર પીકને ફરી એક તક મળી છે. જોસ ઈંગ્લીશ કપ્તાની સંભાળશે.- ઓસ્ટ્રેલિયા વન ડે ટીમ : જોસ ઈંગ્લીસ (કેપ્ટન-વિકેટકીપર), જેવિયર બાર્ટલેટ, એલેકસ કેરી, કૂપર કોનોલી, બેન ડવારશ્વેસ, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, મેથ્યૂ કુનમેન, માર્નસ લાબુશેન, ટોડ મર્ફી, ઓલિવર પીક, મેથ્યૂ રેનશો, લિયામ સ્કોટ, મેટ શોર્ટ અને એડમ ઝમ્પા.

Panchang

dd