• મંગળવાર, 09 જૂન, 2026

પડકારનો સામનો કરવો પસંદ : શ્રેયસ ઐયર

મુંબઈ, તા.8 : ભારતીય ટીમના નવા ટી-20 કપ્તાન બન્યા પછી મીડિયા સાથે વાતચીત કરતા શ્રેયસ અય્યરે કહ્યું છે કે તેને હંમેશાં પડકારોનો સમાનો કરવો પસંદ છે. રાષ્ટ્રીય ટીમની કપ્તાની મળવાનો મતલબ એ નથી કે મારે ખુદમાં બદલાવ કરવો પડશે. મારી રમતની શૈલિ કે ખેલાડી તરીકેની રીત-ભાતમાં કોઈ ફેરફારની જરૂર નથી. 31 વર્ષીય શ્રેયસ અય્યર ટી-20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવના સ્થાને ભારતીય ટીમનો નવો સુકાની બન્યો છે. મુંબઈ લીગની એક મેચ અગાઉ તેણે કહ્યું કે કપ્તાન બનવાથી મારે વ્યક્તિગત રીતે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. મારા પ્રયાસો હંમેશાં જીત મેળવવાના રહ્યા છે. કપ્તાન તરીકેની જવાબદારી પડકાર છે. જે મને પસંદ છે. દરમ્યાન એમએસકે પ્રસાદે ટી-20 ટીમમાંથી સૂર્યકુમાર યાદવની હકાલપટ્ટીની ટીકા કરી છે.

Panchang

dd